અમદાવાદ, 5 જુલાઈ: ટેકનિકલ ટેક્સટાઈલ્સના ઉત્પાદક અને નિકાસકર્તા Shri Techtex Limited એ પૈકીની એક કંપની નાણાકીય વર્ષ 2026 સુધીમાં રૂપિયા 100 કરોડના આવકની સીમાચિન્હરૂપ સપાટીને કુદાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ માટે કંપની અમેરિકાના બજારમાં તેની કામગીરીનું પ્રત્યક્ષ વિસ્તરણ કરવા, પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વિસ્તારણ તથા ક્ષમતાઓમાં સુધારો કરી રહી છે.અમદાવાદ ખાતે વડુમથક ધરાવતી આ કંપનીએ તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે NSE Emerge સમક્ષ આ વર્ષની શરૂઆતમાં પોતાનું DRHP રજૂ કરેલું છે તથા કંપની તેના વિકાસને વેગ આપવા તથા માર્જીનનું નોંધપાત્ર વિસ્તરણ કરવા માટે જાહેર ભરણા મારફતે એકત્રિત કરવામાં આવનાર ભંડોળનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ ધરાવે છે.

DRHP દસ્તાવેજમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે Shri Techtex Limitedની સંચાલનમાંથી થતી આવક નાણાકીય વર્ષ 2022માં રૂપિયા 51.17 કરોડ તથા નાણાકીય વર્ષ 2023ના 5MF માટે રૂપિયા 35.21 કરોડ હતી.જ્યારે EBIDTA નાણાકીય વર્ષ 2022 તથા નાણાકીય વર્ષ 2023ના 5MF માટે અનુક્રમે રૂપિયા 12.26 કરોડ અને રૂપિયા 6.93 કરોડ રહ્યો હતો. જ્યારે PAT નાણાકીય વર્ષ 2022 માટે રૂપિયા 8.27 કરોડ અને નાણાકીય વર્ષ 2023ના 5MF માટે રૂપિયા 6.07 કરોડ નોંધાયેલ છે. કંપનીની નિકાસ વેચાણ ડિસ્ટ્રીબ્યુટર્સ મારફતે બન્ને કિસ્સામાં અમેરિકામાં નાણાકીય વર્ષ 2023ના 5MFમાં 49% તથા નાણાકીય વર્ષ 2022માં 90% હિસ્સેદારી ધરાવતી હતી તેવું કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હંસકુમાર અગરવાલેજણાવ્યું હતું.

DRHP પ્રમાણે કંપની આ ઈશ્યુ પાછળનો ઉદ્દેશ ફેક્ટરી શેડ (રૂપિયા 3.71 કરોડ)ના નિર્માણ, સોલર પ્લાન્ટ (રૂપિયા 4.89 કરોડ)ની શરૂઆત, મશિનરી (રૂપિયા 8.34 કરોડ)ની ખરીદી, કાર્યકારી મૂડી (રૂપિયા 13.30 કરોડ)ની જરૂરિયાત પૂરી કરવા તેમ જ ઈશ્યુ સંબંધિત ખર્ચા સહિત સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશોને પૂરા કરવાનો ઉમદા ઉદ્દેશ ધરાવે છે.