એન્થમ બાયોસાયન્સિસનો IPO 14 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.540-570
| IPO ખૂલશે | 14 જુલાઇ |
| IPO બંધ થશે | 16 જુલાઇ |
| એન્કર બુક | 11 જુલાઇ |
| ફેસ વેલ્યૂ | રૂ. 2 |
| પ્રાઇસબેન્ડ | રૂ.540-570 |
| IPO સાઇઝ | રૂ.3395 કરોડ |
| લોટ સાઇઝ | 26 શેર્સ |
| લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
અમદાવાદ, 10 જુલાઈ: એન્થમ બાયોસાયન્સિસ શેરદીઠ રૂ. 2ની ફેસ વેલ્યૂ અને રૂ. 540-570ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 14 જુલાઇએ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPO તા. 16 જુલાઇના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ 11 જુલાઈ છે. બિડ્સ લઘુતમ 26 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 26 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
IPOમાં ઇક્વિટી શેર્સ ધરાવતા વેચાણકર્તા શેરધારકો દ્વારા રૂ. 33,950 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. ઓફરમાં લાયક ઠરેલા કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂ. 82.50 મિલિયન સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સ અનામત રાખવાનો સમાવેશ થાય છે. ઇક્વિટી શેર દીઠ રૂ. 50નું ડિસ્કાઉન્ટ એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઓફર કરવામાં આવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ
2006માં સ્થપાયેલી એન્થેમ બાયોસાયન્સ લિમિટેડ એક નવીનતા-સંચાલિત અને ટેકનોલોજી-કેન્દ્રિત કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (“CRDMO”) છે જે દવાની શોધ, વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયાઓને સમાવિષ્ટ કરીને સંપૂર્ણપણે સંકલિત કામગીરી ધરાવે છે. કંપની વિવિધ ગ્રાહકોને સેવા આપે છે, જેમાં નવીન, ઉભરતી બાયોટેક કંપનીઓ અને વૈશ્વિક સ્તરે મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓનો સમાવેશ થાય છે. કંપની પ્રોબાયોટિક્સ, ઉત્સેચકો, પેપ્ટાઇડ્સ, ન્યુટ્રિશનલ એક્ટિવ્સ, વિટામિન એનાલોગ અને બાયોસિમિલર્સ સહિત વિશિષ્ટ આથો-આધારિત API નું ઉત્પાદન કરે છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં, કંપની પાસે ૧૯૬ પ્રોજેક્ટ્સ હતા: ૧૭૦ ડિસ્કવરી પ્રોજેક્ટ્સ (૨૮૪ સિન્થેસાઇઝ્ડ અણુઓ), ૧૩૨ પ્રારંભિક તબક્કાના પ્રોજેક્ટ્સ, ૧૬ લેટ ફેઝ પ્રોજેક્ટ્સ (૧૦ લેટ ફેઝ અણુઓ), અને ૧૩ કોમર્શિયલ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ (૧૦ કોમર્શિયલાઇઝ્ડ અણુઓ માટે API અને ઇન્ટરમીડિયેટ). ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં, કંપની ભારતમાં એક પેટન્ટ ધરાવે છે, સાત વિદેશમાં, અને ૨૪ પેન્ડિંગ વૈશ્વિક પેટન્ટ અરજીઓ છે, જેમાં ગ્લાયકોલિપિડ સંશ્લેષણ અને GLP-1 એનાલોગ માટે પ્રક્રિયા પેટન્ટનો સમાવેશ થાય છે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
લીડ મેનેજર્સઃ જેએમ ફાઇનાન્શિયલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ, જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
