ઇશ્યૂ ખૂલશે9 ફેબ્રુઆરી
ઇશ્યૂ બંધ થશે13 ફેબ્રુઆરી
એન્કર ઇન્વેસ્ટર
બિડિંગ
8 ફેબ્રુઆરી
ફેસવેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ.1195-1258
લોટ સાઇઝ11 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ.1600 કરોડ
ઇશ્યૂ સાઇઝ12718600 શેર્સ
એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટરૂ.119
BUSINESSGJUJARAT.IN
રેટિંગ
6/10

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડ શેરદીઠ રૂ.10ની ફેસવેલ્યૂ અને રૂ. 1195-1258ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 9 ફેબ્રુઆરીના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 13 ફેબ્રુઆરીએ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામના એક દિવસ પહેલા એટલે કે ગુરૂવાર, ફેબ્રુઆરી 08, 2024 છે. બિડ્સ લઘુતમ 11 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 11 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.  ઓફરમાં રૂ. 10,000 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને 47,69,475 સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર કરશે.

ઇશ્યૂના મુખ્ય હેતુઓ એકનજરે

કંપની ફ્રેશ ઇશ્યૂથી મળનારી આવકનો ઉપયોગ કંપની દ્વારા લેવાયેલા કેટલાક ઋણનો સંપૂર્ણ અથવા આંશિકપણે પુનઃચૂકવણી/પૂર્વચૂકવણી માટે ભંડોળ મેળવવા માટે, નાણાંકીય વર્ષ 2025 અને 2026 દરમિયાન કંપની અને તેની પેટા કંપનીઓ દ્વારા લાંબા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે ફંડ મેળવવા, હસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથ પહેલ આગળ ધપાવવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાનો ધ્યેય ધરાવે છે.

લીડ મેનેજર્સલિસ્ટિંગ
ICICI સિક્યોરિટીઝ, ડેમ કેપિટલ એડવાઇઝર્સ, જેફરીઝ ઈન્ડિયા, જેએમ ફાઇનાન્શિયલ અને SBI કેપિટલ માર્કેટ્સકંપનીના શેર્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને મુંબઇ શેરબજાર ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

સમયગાળોSep23Mar23Mar22Mar21
એસેટ્સ1,5061,3091,126834
આવકો1,8993,3062,5271,784
ચો. નફો11.64-11.1-29.4-15
નેટવર્થ661598563487
દેવાઓ489374285142
(આંકડા રૂ. કરોડમાં)

2018માં સ્થપાયેલી Entero Healthcare Solutions Limited એ ભારતમાં હેલ્થકેર ઉત્પાદનોનું વિતરક છે. કંપનીનું ટેક્નોલોજી આધારિત પ્લેટફોર્મ સમગ્ર ભારતમાં ફાર્મસીઓ, હોસ્પિટલો અને ક્લિનિક્સને હેલ્થકેર પ્રોડક્ટ વિતરણ સેવાઓ પ્રદાન કરે છે. નાણાકીય વર્ષ 2021, 2022 અને 2023 દરમિયાન, કંપનીએ અનુક્રમે 39,500, 64,200 અને 81,400 રિટેલ ગ્રાહકોને સેવા આપી હતી. વધુમાં, તેઓએ સમાન સમયગાળા દરમિયાન 1,600, 2,500 અને 3,400 હોસ્પિટલ ગ્રાહકોને પણ સેવા આપી હતી. એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ 1,900 થી વધુ હેલ્થકેર પ્રોડક્ટ ઉત્પાદકો સાથે સંબંધો ધરાવે છે, જે તેમને 31 માર્ચ, 2023 સુધીમાં 64,500 થી વધુ પ્રોડક્ટ સ્ટોક-કીપિંગ યુનિટ સુધી પહોંચ આપે છે. કંપની પાસે 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 37 શહેરોમાં 73 વેરહાઉસ છે અને તેના ગ્રાહક આધારમાં 31 માર્ચ, 2023 સુધીમાં 495 જિલ્લાઓમાં 81,400 ફાર્મસીઓ અને 3,400 હોસ્પિટલોનો સમાવેશ થાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)