અનુપમ રસાયણે 3xper ઇનોવેન્ચર સાથે MOU કર્યો
સુરત, 04 જુલાઈ: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉત્પાદકોમાંની એક અનુપમ રસાયણે (NSE, BSE: ANURAS) લક્ષિત અને ઓળખાયેલ નવા જમાનાના ફાર્મા મોલેક્યુલ્સના પુરવઠા માટે ભારતના અગ્રણી બિઝનેસ સમૂહ ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ ઓફ ઈન્ડિયા લિમિટેડની પેટા કંપની 3xper ઈનોવેન્ચર લિમિટેડ સાથે સમજૂતી કરાર (MOU) કર્યો છે. એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ માટે ઓળખાયેલ પ્રોડક્ટ્સ CRAMS અને CDMO મોડલ્સ હેઠળ વિકસાવવામાં આવશે. MOU વિશે અનુપમ રસાયણના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઈએ જણાવ્યું કે, કસ્ટમ મેન્યુફેક્ચરિંગ મોડલ પર વિવિધ મહત્વના ગ્રાહકો માટે વિશિષ્ટ ફાર્મા ઇન્ટરમીડિએટ્સનું ઉત્પાદન કરવા માટે ફ્લો કેમિસ્ટ્રીમાં એક દાયકાથી વધુ સમયની અમારી કંપનીની ક્ષમતાઓનું આ કુદરતી વિસ્તરણ છે.
3xper ઈનોવેન્ચર લિમિટેડના સીઈઓ એન.ગોવિંદરાજને જણાવ્યું હતું કે, ગ્રાહકો માટે નવીનતાનો લાભ ઉઠાવવા અને પ્રોત્સાહન આપવા માટે વિભિન્ન ટેકનોલોજી પ્લેટફોર્મ સાથે વૈશ્વિક CDMO બનવાની અમારી આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે આ સહયોગ અમારી વ્યૂહાત્મક આવશ્યકતાઓમાં બંધબેસે છે.