અદાણી પોર્ટસનો S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટના રેન્કીંગની ટોચના 10ની યાદીમાં પ્રવેશ
અમદાવાદ, 9 જાન્યુઆરી: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ) એ 2024માં S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટના રેન્કીગમાં ૧૦૦માંથી ૬૮ ગુણ સાથે વિશ્વની 10 પરિવહન અને પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. ગત વર્ષમાં અદાણી પોર્ટસએ તેના પ્રદર્શનમાં ત્રણ અંકનો વધારો કર્યો હતો. આમ અદાણી પોર્ટસને 2023માં 96માં પર્સેન્ટાઈલથી સુધરીને હવે સેક્ટરની અંદર 97માં પર્સેન્ટાઈલમાં મૂકવામાં આવ્યું છે.
APSEZ પરિવહન અને પરિવહન માળખાકીય કંપનીઓમાં વૈશ્વિક ટોચના 10માં પ્રવેશ કર્યો છે, જે ગત વર્ષમાં ટોચની 15 થી વધુ હતી. APSEZ તેના સમાન ઉદ્યોગના વૈશ્વિક ટોચના 10માં સ્થાન હાંસલ કરનાર એકમાત્ર ભારતીય કંપની છે
અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનએ સતત બીજા વર્ષે પર્યાવરણના પરિમાણમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તેણે પારદર્શિતા અને રીપોર્ટીંગ,ભૌતિકતા, સપ્લાય ચેઇનનું વ્યવસ્થાપન, માહિતીની સુરક્ષા/સાયબર સિક્યોરીટી અને તેની પધ્ધતિની ઉપલબ્ધતા તથા ગ્રાહક સંબંધો સહિતના કારોબાર અને આર્થિક પરિમાણો જેવા અનેક માપદંડોમાં સર્વોચ્ચ સ્કોર પણ હાંસલ કર્યા છે.
એ.પી.એસ.ઇ.ઝેડના પૂર્ણકાલિન ડાયરેક્ટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વીની ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે દ્રઢપણે માનીએ છીએ કે જવાબદાર વ્યવસાયિક પ્રેક્ટિસમાં નૂતન અભિગમ લાંબા ગાળાની સફળતાને આગળ દોરે છે. માત્ર અદ્યતન બાબતોને માન્યતા જ ટકાઉપણું અને કોર્પોરેટ જવાબદારી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. અમારા તમામ કામકાજમાં સ્થિરતાને એકીકૃત કરવા માટે અમારી ટીમનું સમર્પણ આ સિદ્ધિની ચાવી છે. 2040 સુધીમાં નેટ ઝીરોના લક્ષ્યને હાંસલ કરવા અમે પ્રતિબદ્ધ છીએ
31મી ડિસેમ્બર 2024ના રોજ પરિવહન અને પરિવહન માળખાકીય ક્ષેત્રની 318 કંપનીઓમાંથી CSA 2024 માટે 60%નું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.