એશિયન ગ્રેનિટો Q2 રૂ. 384 કરોડનું કન્સોલિડેટેડ ચોખ્ખું વેચાણ નોંધાવ્યું
અમદાવાદ, 15 નવેમ્બર: લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા અર્ધવાર્ષિક ગાળા અને બીજા ત્રિમાસિક ગાળા માટેના ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે.
30 સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ રૂ. 4.7 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 2.8 કરોડની ચોખ્ખી ખોટ કરતાં વધુ હતો. નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીનું કન્સોલિડેટેડ ચોખ્ખું વેચાણ રૂ. 384 કરોડ નોંધાયું હતું જેની સરખામણીમાં નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખું વેચાણ રૂ. 401 કરોડ હતું. નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 15.6 કરોડ (એબિટા માર્જિન 4.1 ટકા) હતી જેની સામે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 21.1 કરોડ (એબિટા માર્જિન 5.3 ટકા) રહી હતી એટલે કે એબિટામાં વાર્ષિક ધોરણે 1.2 ટકાનો ઘટાડો થયો છે. નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે નિકાસો રૂ. 77 કરોડ હતી જે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 61 કરોડની નિકાસોની સરખામણીમાં વાર્ષિક ધોરણે 26 ટકા વધી હતી.
કંપનીના પરિણામો અને કામગીરી પર ટિપ્પણી કરતાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે રૂ. 6,000 કરોડની કુલ આવક હાંસલ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા માટે દ્રઢનિશ્ચયી છીએ. એજીએલ ડિમર્જર, રિટેલ હાજરી પર ધ્યાન, શોરૂમના વિસ્તરણ અને રણબીર કપૂરની બ્રાન્ડ એમ્બેસડર તરીકે નિયુક્તિ જેવી વ્યૂહાત્મક પહેલ વિકાસ અને ગ્લોબલ બ્રાન્ડ બનવા માટેની તેની આકાંક્ષાઓ તરફ કંપનીની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.
Financial Highlights (Consolidated)
Q2 FY25 | Q2 FY24 | Y-O-Y | H1 FY25 | H1 FY24 | Y-O-Y | |
Net Sales (Rs. Cr) | 383.7 | 400.9 | -4% | 726.9 | 735.7 | -1% |
EBITDA (Rs. Cr) | 15.6 | 21.1 | -26% | 32.2 | 36.3 | -11% |
EBITDA Margin (%) | 4.1% | 5.3% | -120 bps | 4.4% | 4.9% | -50 bps |
Net Profit (Rs. Cr) | 4.7 | -2.8 | 268% | 5.0 | -6.3 | 179% |
Net Profit Margin (%) | 1.2% | -0.7% | 190 bps | 0.7% | -0.9% | 160 bps |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)