AU સ્મોલ ફાઇનાન્સ બેંકે વ્હીકલ લોન્સ માટે સેલ્સફોર્સ સાથે જોડાણ કર્યું
મુંબઈ, 27 માર્ચ: સેલ્સફોર્સે SFB AU સ્મોલ ફાઇનાન્સ બેંક (AU SFB) સાથે તેના વ્હીકલ લોન ગ્રાહકો માટે એડવાન્સ્ડ ડિજિટલ કસ્ટમર ઓનબોર્ડિંગ સોલ્યુશન્સનો અમલ કરવા માટ સહયોગ કર્યાની જાહેરાત કરી છે. આ ભાગીદારી ટેક્નોલોજી અપનાવવા, ગ્રાહક સાથેના જોડાણને વધારવા તથા ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે છે.
સેલ્સફોર્સનો લાભ લઈને AU SFB રિલેશનશિપ ઓફિસર્સ અને બિઝનેસ મેનેજર્સની જરૂરિયાતો પૂરી કરવા માટે ફુલ્લી ડિજિટાઇઝ્ડ સોલ્યુશન્સ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ જોડાણ સાથે બેંક એક જ પ્લેટફોર્મ પર ક્રેડિટ અને ઓપરેશન્સની ગ્રાહકની સમગ્ર કામગીરીને સાથે લાવશે. આનાથી વિવિધ ડિજિટલ ચેનલ પર ગ્રાહકો મેળવવા તથા ટર્નઅરાઉન્ડ ટાઈમ (ટીએટી) ઘટાડવામાં મદદ મળશે. બેંક તેના હાલના એપીઆઈ સ્ટેકનો ઉપયોગ કરવા, મેન્યુઅલ ડેટા એન્ટ્રી ઘટાડવા અને ડેટા વેલિડેશનને સ્ટ્રીમલાઇન કરવા માટે સેલ્સફોર્સનો ઉપયોગ કરી રહી છે. આમાં અંડરરાઇટિંગ ક્રેડિટ નિર્ણયો, ડેટા અને ડોક્યુમેન્ટ્સ વેરિફાઇ કરવા તથા યુઝર્સ માટે રિયલ-ટાઇમ ડેશબોર્ડ ડિલિવર કરવા માટે પ્રોસેસીસને સ્ટ્રીમલાઇન કરવાનો સમાવેશ થાય છે જેનાથી પેપરલેસ વર્કફ્લોમાં સરળ ટ્રાન્ઝિશન થશે. આ સહયોગ હેઠળ નવા ફીચર્સ તથા પોલિસી લાવવા માટે તથા પડકારોના નિરાકરણ માટે પણ કામ કરાશે.
આ ભાગીદારી અંગે AU સ્મોલ ફાઇનાન્સ બેંકના રિટેલ એસેટ્સના હેડ ભાસ્કર કરકેરાએ જણાવ્યું હતું કે આ ઇનોવેશન ટેક્નોલોજી અપનાવવા કરતાં ઘણું આગળ જાય છે. આ એન્ડ ટુ એન્ડ ડિજિટલ ઓન-બોર્ડિંગ એપ ઓટો ડીલર્સ, અમારા સેલ્સ ઓફિસર્સ, બેક-ઓફિસ ટીમ અને સૌથી મહત્વના એવા ગ્રાહકો સહિતની સમગ્ર વેલ્યુ ચેઇનમાં હિસ્સેદારોને લાભકર્તા રહેશે.
સેલ્સફોર્સ ઈન્ડિયાના સેલ્સના મેનેજિંગ ડિરેક્ટર અરૂણ કુમાર પરમેશ્વરને જણાવ્યું હતું કે વિશ્વાસ, ડિજિટાઇઝેશન અને પર્સનલાઇઝેશન આ નવીનતાઓમાં ખૂબ જ મહત્વના છે. નાણાંકીય સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓએ તેમના ગ્રાહકોની પસંદગીઓ સંતોષવી પડે છે અને તેમને એન્ડ-ટુ-એન્ડ અનુભવ પૂરો પાડવો જ પડે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)