ગુજરાતમાં અવાદા ગ્રૂપના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

AHMEDABAD, September 23: ઉર્જાક્ષેત્રે અગ્રણી સમૂહ અવાદા ગ્રૂપે ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે તેના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટના ઉદઘાટન સાથે સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્સફોર્મેશનની દિશામાં વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ પ્રોજેક્ટનો ઔપચારિક ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું હતું, જે ભારતમાં ક્લિન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા તથા આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત કરવાની સરકારની કટીબદ્ધતા દર્શાવે છે.
ગુજરાત સ્ટેટ સોલર પોલિસી હેઠળ વિકસિત આ પ્રોજેક્ટ સુરેન્દ્રનગર જિલ્લામાં તાવી અને વરસાણી ગામમાં 1,170 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે, જેના માટે રૂ. 1,500 કરોડનું રોકાણ કરાયું છે. તે અવાદા ઇલેક્ટ્રોના ALMM-સર્ટિફાઇડ, મેક ઇન ઇન્ડિયા ટોપકોન એન-ટાઇપ બાયફેસિયલ સોલર પીવી મોડ્યુલ્સથી સજ્જ છે, જે ઘરેલુ ઉત્પાદન અને ટેક્નોલોજીકલ ઇનોવેશન ઉપર ભાર મૂકે છે. આ પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત વીજળી જીયુવીએનએલ ને સપ્લાય કરાશે, જેનાથી રાજ્યના રિન્યૂએબલ મિક્સમાં નોંધપાત્ર યોગદાન મળશે તથા પ્રદેશના નાગરિકો અને વિશેષ કરીને ખેડૂતો માટે સ્વચ્છ અને વધુ વાજબી વીજળી સુનિશ્ચિત થશે.

વડોદરા જિલ્લામાં અવાદાના 100 મેગાવોટ પાવર પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ 350 એકર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેના માટે રૂ. 400 કરોડ રોકાણ કરવાનું આયોજન છે. તે અવાદા જીજે સોલર દ્વારા અમલમાં મૂકાશે અને એપ્રિલ 2026 સુધીમાં કાર્યરત થવાની આશા છે.
વડોદરા પ્રોજેક્ટ અંદાજે વાર્ષિક 212,806 ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવા ડિઝાઇન કરાયો છે અને તે અદ્યતન રોબોટિક મોડ્યુલ ક્લિનિંગ ટેક્નોલોજીની મદદથી વાર્ષિક લગભગ 40 લાખ લીટર પાણીની બચત કરશે. આ પ્રોજેક્ટ અમલીકરણના તમામ તબક્કે સસ્ટેનેબિલિટીની એકીકૃત કરવાની દિશામાં વધુ એક કદમ છે.
પર્યાવરણના દ્રષ્ટિકોણથી સુરેન્દ્રનગર પ્રોજેક્ટ વાર્ષિક આશરે 595,857 કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે તેમજ રોબોટિક મોડ્યુલ ક્લિનિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને વાર્ષિક આશરે 112 લાખ લીટર પાણીની બચત કરશે, જેનાથી પ્રોજેક્ટનો ઇકોલોજીકલ અસરો ન્યૂનતમ રહેશે.
અવાદા ગ્રૂપ એનર્જી વેલ્યુ ચેઇનમાં તેના સંકલિત અભિગમ દ્વારા ભારતના ક્લિન એનર્જી ટ્રાન્ઝિશનનું નેતૃત્વ કરી રહ્યું છે. સોલાર પીવીના ઉત્પાદન, રિન્યૂએબલ ઉર્જા ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન અને ડેરિવેટિવ્ઝ, ગ્રીન ડેટા સેન્ટર્સ, બેટરી સ્ટોરેજ અને પમ્પ્ડ હાઇડ્રો પ્રોજેક્ટ્સને આવરી લેતા મજબૂત પોર્ટફોલિયો સાથે અવાદા ભારત માટે ટકાઉ અને આત્મનિર્ભર ઉર્જા ઇકોસિસ્ટમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
