Awfis Space Solutionsએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 268 કરોડ એકત્ર કર્યાં
અમદાવાદ, 23 મેઃ કો-વર્કિંગ સ્પેસ સંચાલક ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડે જાહેર ભરણા માટે તેના પ્રારંભિક શેર-સેલના એક દિવસ પહેલાં એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 268 કરોડ ઊભાં કર્યાં છે. કંપનીએ પ્રતિ શેર રૂ. 383ના અપર પ્રાઇઝ બેન્ડ ઉપર 32 ફંડ્સને 70.13 લાખ ઇક્વિટી શેર્સની ફાળવણી કરી છે. આ કિંમતે કંપનીએ રૂ. 268.61 કરોડ ઊભાં કર્યાં છે. એન્કર રાઉન્ડમાં સામેલ થનારમાં ગોલ્ડમેન સૅક્સ, ઇસ્ટબ્રિજ કેપિટલ માસ્ટર ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ (એમએફ), આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એમએફ, એક્સિસ એમએફ, યુટીઆઇ એમએફ, આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ કંપની સામેલ છે.
ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 364-383 છે, જે 22 મેના રોજ ખુલ્યો છે અને 27 મેના રોજ બંધ થશે. આ પ્રસ્તાવિત જાહેર ભરણા (આઇપીઓ)માં રૂ. 128 કરોડના ફ્રેશ શેર્સ અને અપર પ્રાઇઝ બેન્ડ ઉપર રૂ. 471 કરોડના મૂલ્યના 1.23 કરોડ શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. તે સાથે આઇપીઓનું કુલ કદ રૂ. 599 કરોડ થવા પામે છે. જાહેર ભરણામાં ઇશ્યૂ સાઇઝના 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બીડર્સ (ક્યુઆઇબી), 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને બાકીના 10 ટકા રિટેઇલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રખાયા છે. રોકાણકારો લઘુત્તમ 39 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 39 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં બીડ કરી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)