એક્સિસ બેન્કે હિટાચી પેમેન્ટ સર્વિસિઝ સાથે જોડાણમાં એક્સપ્રેસ બેન્કિંગ
અમદાવાદ, 20 ઓક્ટોબર: એક્સિસ બેન્કે અગ્રણી એન્ડ-ટુ-એન્ડ પેમેન્ટ્સ અને કોમર્સ સોલ્યુશન્સ પ્રોવાઈડર હિટાચી પેમેન્ટ સર્વિસિઝ સાથે ભાગીદારી કરતાં ભારતનું પ્રથમ ડિજિટલ બેન્કિંગ પોઈન્ટ એક્સપ્રેસ બેન્કિંગ રજૂ કર્યું. આ ઈનોવેશન કોમ્પેક્ટ ફોર્મેટમાં બેન્કિંગ સર્વિસિઝની સંપૂર્ણ રેન્જ રજૂ કરતાં ઓમની-ચેનલ સોલ્યુશન બ્રાન્ચ બેન્કિંગમાં ક્રાંતિ લાવશે. હિટાચી પેમેન્ટ સર્વિસીસની બેન્કિંગ ટેકનોલોજી અને ચુકવણી સોલ્યુશન્સમાં કુશળતાનો ઉપયોગ કરતાં ડિજિટલ બેન્કિંગ પોઈન્ટ સુલભતા અને સુવિધા વધારવા માટે રચાયેલું છે.
બ્રાન્ચ બેન્કિંગ સેવાઓમાં સ્પર્ધાત્મકતા વધારતાં એક્સપ્રેસ બેન્કિંગ કોમ્પેક્ટ ડિજિટલ લોબી ફોર્મેટમાં બંડલ, કસ્ટમાઇઝેબલ સોલ્યુશન ઓફર કરશે, જે ઝડપી ડિપ્લોયમેન્ટને સક્ષમ કરશે જે સેલ્ફ-સર્વિસ અને આસિસ્ટેડ બંને મોડમાં સંચાલિત થઈ શકે છે. ગ્રાહકો હવે નવા બેન્ક ખાતા ખોલવા, ઇન્સ્ટન્ટ કાર્ડ મેળવવા, ફિક્સ્ડ ડિપોઝિટ બુક કરવા, લોન માટે અરજી કરવા અને યુટિલિટી બિલ ચૂકવવા વગેરે માટે એક્સપ્રેસ બેન્કિંગમાં 24×7 વોક-ઇન કરી શકે છે. કાર્ડ પ્રિન્ટર, ચેક ડિપોઝિટર, પાસબુક પ્રિન્ટર અને NFC ક્ષમતાઓ જેવી તમામ સુવિધાઓ એક જ સોલ્યુશન્સમાં સામેલ છે. મુખ્ય સેવાઓને ડિજિટાઇઝ કરતાં તે ઝડપી પ્રક્રિયા કરવા ઉપરાંત અદ્યતન, મોડ્યુલર, સ્કેલેબલ અને ભવિષ્ય માટે તૈયાર ક્ષમતાઓ પ્રદાન કરે છે.
ડિજિટલ ઈનોવેશનની ઝડપ અને અસરકારકતા સાથે ટ્રેડિશનલ બેન્કિંગની સુરક્ષા અને વિશ્વનીયતાનું મિશ્રણ છે. ડિજિટલ બેન્કિંગ પોઈન્ટ એ સુરક્ષાના નવીનતમ માપદંડો અને ડિજિટલ બેન્કિંગ પોઈન્ટ નવીનતમ સુરક્ષા સુવિધાઓ અને સમકાલીન, સાહજિક યુઝર્સ ઇન્ટરફેસથી સજ્જ છે જે ગ્રાહક અનુભવમાં વધારો કરે છે. કોમ્પેક્ટ અને લવચીક સેટ-અપ સાથે તે ન્યૂનતમ જગ્યા રોકે છે અને શહેર કેન્દ્રો, ગ્રામીણ વિસ્તારો અથવા સમુદાય કેન્દ્રો, કોર્પોરેટ પાર્ક, હોસ્પિટલો અને યુનિવર્સિટી જેવા કેપ્ટિવ સ્થળો સહિત વિવિધ સ્થળોએ ઝડપથી તૈનાત કરી શકાય છે. આ નેક્સ્ટ જનરેશન સોલ્યુશન ડિજિટલ-ફર્સ્ટ ટચપોઈન્ટ્સ સાથે બેન્કિંગ સેવાઓના સંપૂર્ણ સ્પેક્ટ્રમ રજૂ કરે છે, જે ડિજિટલી સેવ્વી યુઝર્સથી માંડી પ્રથમ વખત લાભ લેતાં બેન્કિંગ ગ્રાહકો સહિત તમામ માટે સમાવિષ્ટતા સુનિશ્ચિત કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
