અમદાવાદ, 9 જાન્યુઆરીઃ બજાજ ઓટો લિ.એ શેરદીઠ રૂ. 10000ના ભાવે શેર બાયબેક કરવાની જાહેરાત કરતાં જ શેરમાં સતત તેજી જોવા મળી છે. BSE ખાતે Bajaj Autoનો શેર આજે 6.22 ટકા ઉછાળા સાથે 7420ની વાર્ષિક ટોચે (52 Week High) પહોંચ્યો છે. 12.37 વાગ્યે 1.75 ટકા સુધારા સાથે 7107.95 પર કારોબાર થઈ રહ્યો હતો.

બજાજ ઓટો બોર્ડે રૂ. 4000 કરોડના શેર બાયબેક કરવાની યોજના જારી કરી છે. જે ગઈકાલના બંધ 6985.70 સામે 43.14 ટકા પ્રીમિયમ દર્શાવે છે. આજના વર્તમાન ભાવ સામે પણ રોકાણકારોને શેરદીઠ રૂ. 3000નો નફો થવાની શક્યતા છે. ટુ-વ્હિલર નિર્માતા રૂ. 10ની ફેસવેલ્યૂ ધરાવતા 40 લાખ ફુલ્લી પેડઅપ ઈક્વિટી શેર્સ બાયબેક કરશે. જે કંપનીના કુલ શેર્સના 1.41 ટકા હિસ્સો છે.

બાયબેક માટેની રેકોર્ડ તારીખ હજી નિર્ધારિત થઈ નથી. જે ત્રણથી સાડા ત્રણ મહિનામાં શેર બાયબેકની પ્રક્રિયા પૂર્ણ થવાની ગણતરી નુવામા રિસર્ચે આપી છે. 31 માર્ચ, 2023 સુધી બજાજ ઓટોમાં અત્યાર સુધીમાં કુલ 64 પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપ શેરધારકો 155,580,309 શેર અથવા 54.94 ટકા હિસ્સો ધરાવે છે. બજાજ ઓટોમાં FPI 14.72 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ (5.35 ટકા) અને વીમા કંપનીઓ (3.21 ટકા) પણ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના નિર્માતામાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.

બજાજ ઓટોએ જણાવ્યું હતું કે, “બાયબેક રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 5(માર્ગે)ના સંદર્ભમાં, બોર્ડ/બાયબેક કમિટી, રેકોર્ડ તારીખના એક કામકાજના દિવસ સુધી, બાયબેક કિંમતમાં વધારો કરી શકે છે અને પાછા ખરીદવા માટે સૂચિત ઇક્વિટી શેર્સની સંખ્યામાં ઘટાડો કરી શકે છે, જેમ કે બાયબેકની સાઈઝમાં કોઈ ફેરફાર નથી.”

બજાજ ઓટોના શેરમાં વાર્ષિક 110.68 ટકા રિટર્ન જોવા મળ્યું છે. બજાજ ઓટો દ્વારા શેર બાયબેકની જાહેરાતથી જ શેર 11 ટકા વધ્યો છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)