મુંબઇ/પૂણે, 11 મે: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (બજાજ ફિનસર્વ એએમસી)એ બજાજ ફિનસર્વ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ ઉચ્ચ ડિવિડન્ડ યીલ્ડ વ્યૂહરચના સાથે ઇક્વિટી, ડાયનેમિક ડ્યુરેશન મેનેજમેન્ટ સાથે ડેટ, કોમોડિટી અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REITs) અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ (InvITs) ટ્રસ્ટ સહિત વિવિધ એસેટ ક્લાસિસમાં એક્સપોઝર પ્રદાન કરે છે.

આ ન્યુ ફંડ ઓફર પ્રારંભિક સબસ્ક્રિપ્શન માટે 13 મેના રોજ ખૂલશે અને 27 મે, 2024ના રોજ બંધ થશે. ત્યારબાદ તે 6 જૂન, 2024 સુધી ઓન-ગોઇંગ ધોરણે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે.

બજાજ ફિનસર્વ મલ્ટી એસેટ એલોકેશન ફંડ અલગ-અલગ ફાળવણી સાથે વિવિધ એસેટ ક્લાસમાં રોકાણ કરે છે. તે 35 ટકાથી 80 ટકા વચ્ચેની રેન્જમાં ઇક્વિટી ફાળવણી સાથે વૈવિધ્યસભર પોર્ટફોલિયો જાળવે છે તથા ડિવિડન્ડ યીલ્ડ વ્યૂહરચના, મલ્ટી-થીમ અને મલ્ટી-સેક્ટર અભિગમ અને મલ્ટી-કેપ ઓરિએન્ટેશનને અનુસરે છે. આ ફંડ ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં 10 ટકાથી 55 ટકા સુધીની ફાળવણી કરે છે તથા ડાયનેમિક ડ્યુરેશન મેનેજમેન્ટ સાથે મેક્રો અને ક્વોન્ટિટિટિવ ઇનપુટ લાગુ કરે છે તથા ગુણવત્તાયુક્ત પોર્ટફોલિયો અને સેફ્ટી-ફર્સ્ટ અભિગમને અનુસરે છે. આ ઉપરાંત તે કોમોડિટીઝમાં 10 ટકાથી 55 ટકા સુધીની ફાળવણી કરે છે, જેમાં ગોલ્ડ ઇટીએફ અને સિલ્વર ઇટીએફ અને એક્સચેન્જ-ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્ઝનું એક્સપોઝર પૂરું પાડે છે, જેથી ઇક્વિટીમાં વોલેટાલિટી સામે હેજ મળી રહે છે. આ ઉપરાંત ફંડ REITs/InvITsમાં 0 ટકાથી 10 ટકાની ફાળવણી કરી શકે છે, જેમાં નિયમિક આવક, વૈવિધ્યકરણ અને તકવાદી અભિગમ માટે રોકાણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

બજાજ ફિનસર્વ એએમસીના સીઇઓ ગણેશ મોહને જણાવ્યું હતું કે, બજાજ ફિનસર્વ મલ્ટી એસેટ એલોકેશન ફંડની એસેટ ફાળવણીનો નિર્ણય મેક્રોઇકોનોમિક પરિબળો, વેલ્યુએશન મેટ્રિક્સ તથા રોકાણકારોના અભિગમ વગેરે ઉપર આધારિત છે. રોકાણની વ્યૂહરચના INQUBE ઇન્ફર્મેશન એજ, ક્વોન્ટિટિટિવ એજ અને અભિગમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી માર્કેટ કરતાં સારું પ્રદર્શન કરી શકાય.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)