અમદાવાદ, 10 ડિસેમ્બર : દેશની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ લાઇફ ઈન્સ્યોરન્સે તેની નવી ફંડ ઓફર (NFO) બજાજ લાઇફ ઇન્ડિયા કન્ઝમ્પ્શન ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે,NFOનો સમયગાળો 8 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર 2025 નો રહેશે. જે ભારતની ઝડપથી વિસ્તરી રહેલી વપરાશ અર્થવ્યવસ્થામાં ભાગ લેવામાં રોકાણકારોને મદદ કરવા માટે તૈયાર કરાયું છે. આ ફંડ એવી કંપનીઓમાં રોકાણ કરશે જે વધતી જતી ઘરગથ્થુ આવક, વધતા શહેરીકરણ, ઝડપી ડિજિટલ સ્વીકૃતિ અને તમામ ક્ષેત્રોમાં ભારતીય ગ્રાહકોની વધતી આકાંક્ષાઓથી લાભ મેળવશે. આ ફંડ બજાજ લાઇફના યુનિટ-લિંક્ડ વીમા યોજનાઓ (ULIPs) હેઠળ ઉપલબ્ધ થશે. બજાજ લાઇફ યુલિપ પ્રોડક્ટ્સ, જેમાં બજાજ લાઇફ ઇન્ડિયા કન્ઝમ્પશન ફંડનો સમાવેશ થાય છે, તે પોલિસીધારકોને જીવન વીમા સુરક્ષા અને સંપત્તિ નિર્માણની તક દ્વારા તેમના જીવનના લક્ષ્યાંક પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે.

ભારતનું વપરાશ ક્ષેત્ર વસતિ આધારિત ક્ષમતા,  ઉંચી ખર્ચપાત્ર આવક અને સંગઠિત બજારો તરફ મજબૂત પગલા દ્વારા વ્યાપક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતના GDP માં ખાનગી વપરાશ મોટો હિસ્સો હોવાને લીધે ગ્રાહકલક્ષી વ્યવસાયોની લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ આકર્ષક રહે છે. બજાજ લાઇફ ઇન્ડિયા કન્ઝમ્પશન ફંડનો હેતુ દેશના વપરાશ ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓનો વૈવિધ્યસભર અને સક્રિય રીતે સંચાલિત પોર્ટફોલિયોનું નિર્માણ કરીને આ માળખાકીય પરિવર્તનનો લાભ લેવાનો છે.

આ ફંડ રિટેલ, કન્ઝ્યુમર ગુડ્સ, ઓટોમોટિવ, હેલ્થકેર, ટેલિકોમ, કન્ઝ્યુમર સર્વિસીસ, હોસ્પિટાલિટી અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ જેવા ક્ષેત્રોમાં મોટી, મધ્યમ અને ઉભરતી કંપનીઓમાં મલ્ટિ-સ્ટેજ ઇન્વેસ્ટમેન્ટના અભિગમને અનુસરે છે. 400થી વધુ શેરોના વ્યાપક રોકાણ સાથે, આ  ફંડ રિઝનેબલ પ્રાઈઝ ફ્રેમવર્કના આધારે શિસ્તબદ્ધ વૃદ્ધિની મદદથી રોકાણ માટેના શેર્સની પસંદગી કરશે. ફંડની કામગીરીની સમીક્ષા માટે આ ફંડને નિફ્ટી ઇન્ડિયા કન્ઝમ્પ્શન ઇન્ડેક્સ સાથે બેન્ચમાર્ક કરવામાં આવશે. ઊંચુ જોખમ લેવા ઈચ્છતાં અને લાંબા ગાળાનું રોકાણ કરવા ઈચ્છતાં રોકાણકારો માટે આ ફંડ એકદમ યોગ્ય છે.

બજાજ લાઇફ ઇન્ડિયા કન્ઝમ્પશન ફંડનું લોન્ચિંગ કંપનીની વિચારપૂર્વક ડિઝાઇન કરાયેલા, લાંબા ગાળાના રોકાણ ઉકેલો બનાવવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. વધતા વપરાશ અને ગ્રાહક આકાંક્ષાઓથી લાભ મેળવતા ક્ષેત્રોમાં એક્સપોઝર ઓફર કરીને, કંપનીનો ઉદ્દેશ્ય રોકાણકારોને તેમની સંપત્તિ નિર્માણની યાત્રામાં મદદ કરવાનો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)