NIFTY18028BANK NIFTY41604IN FOCUS
S-117964S-141400ESCORTS
S-217900S-241197KOTAKBANK
R-118098R-141726MUTHUTFIN
R-218167R-241847TATASTEEL

ગુરુવારે નિફ્ટીએ 129 પોઇન્ટ્સના ઘટાડા સાથે 18028 પોઇન્ટનું બંધ આપ્યું છે. નિફ્ટીએ 18000 પોઇન્ટની સપાટી તો જાળવી છે. પરંતુ મહત્વનો 18200 પોઇન્ટનો સપોર્ટ ગુમાવ્યો છે. ટેકનિકલી જોઇએ તો ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડિસિસિવ પેટર્ન દોજી અને અવરલી ચાર્ટ ઉપર ડબલ બોટમ પેટર્ન બનાવી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ નેગેટિવ છે. તે જોતાં નિફ્ટી નીચામાં 17800 સુધી ઘટી શકે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે. ઉપરમાં 18175- 18210 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

BANK NIFTY OUTLOOK: SUPPORT 41400- 41197, RESISTANCE 41726- 41847

ગુરુવારે બેન્ક નિફ્ટીમાં 42000- 41500 પોઇન્ટની એમ બન્ને અપર-લોઅર બેન્ડ હીટ થઇ છે. પીએસયુ બેન્ક્સમાં પ્રોફીટ બુકિંગ છતાં માર્કેટમાં સિલેક્ટેડ પ્રાઇવેટ બેન્ક્સમાં સુધારાની ચાલ આગળ વધી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, જો ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહે તો બેન્ક નિફ્ટી 41300- 41200 પોઇન્ટ સુધી ઘટી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)