બેંક ઓફ ઇન્ડિયાએ કોલ ઇન્ડિયા સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં
મુંબઇ, 6 ઓક્ટોબર: ઓફ ઇન્ડિયાએ મહારત્ન કંપની કોલ ઇન્ડિયા લિમિટેડ અને તેની પેટા કંપનીઓના કર્મચારીઓને સેલેરી એકાઉન્ટ સુવિધા પૂરી પાડવા માટે કોલ ઇન્ડિયા લિમિટેડ સાથે એમઓયુ કર્યાં છે.
બેંક ઓફ ઈન્ડિયા તેના વિશિષ્ટ બીઓઆઇ સેલેરી પેકેજ દ્વારા કોલ ઈન્ડિયા લિમિટેડ અને તેની પેટાકંપનીઓના કર્મચારીઓને સંખ્યાબંધ લાભો પ્રદાન કરશે. તેમાં ગ્રૂપ પર્સનલ એક્સિડેન્ટલ કવર, પર્મેનન્ટ/પાર્શઇયલ ડિસએબિલિટી કવર અને એર એક્સિડેન્ટલ કવરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બેંક ચાઇલ્ડ એજ્યુકેશન બેનિફિટ, roi તથા રિટેઇલ લોન, લોકર ભાડા વગેરેમાં પણ રાહત ઓફર કરશે.
આ એમઓયુ કોલ ઇન્ડિયાના કર્મચારીઓને સેવા પ્રદાન કરવાની તથા તેમની નાણાકીય જરૂરિયાતોને સરળતાથી પૂર્ણ કરવામાં મદદરૂપ બનવાની બેંક ઓફ ઇન્ડિયાના પ્રયાસો દર્શાવે છે.
બેંક ઓફ ઇન્ડિયાની ડિજિટલ પહેલ અને બીઓઆઇ મોબાઇલ ઓમ્ની નિયો એપ કોલ ઇન્ડિયાના કર્મચારીઓને નાણાકીય ઉકેલોના સમૂહની સરળ એક્સેસ તથા કનેક્ટેડ રહેવામાં મદદરૂપ બનશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)