મુંબઇ, 12 નવેમ્બર, 2024: Bank of India એ નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટર માટે તેના પરિણામોની જાહેરાત કરી છે, જેમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 63 ટકા વધીને રૂ. 2,374 કરોડ થયો છે, જે નાણાકીય વર્ષ 2024ના બીજા ક્વાર્ટરમાં રૂ. 1,458 કરોડ હતો.

એસેટ ક્વોલિટીની નેટ NPA સપ્ટેમ્બર, 2023ના રૂ. 7,978 કરોડથી વાર્ષિક ધોરણે 29 ટકા ઘટીને સપ્ટમ્બર, 2024માં રૂ. 5,649 કરોડ થઇ છે. સપ્ટેમ્બર, 2024માં પ્રોવિઝન કવરેજ રેશિયો (પીસીઆર) 92.22 ટકા હતો. વૈશ્વિક કારોબાર સપ્ટેમ્બર, 2023ના રૂ. 12,46,879 કરોડથી વાર્ષિક ધોરણે 12.05 ટકા વધીને સપ્ટેમ્બર, 2024માં રૂ. 13,97,100 કરોડ થયો છે.

બેંકનો કુલ મૂડી પર્યાપ્તતા રેશિયો (CRAR) 100 બીપીએસ સુધર્યો છે તથા 30.09.24 સુધીમાં 16.63 ટકા નોંધાયો છે, જે 30.09.23 સુધીમાં 15.63 ટકા હતો. આરએએમ વાર્ષિક ધોરણે 19.74 ટકા વધીને રૂ. 3,00,412 કરોડ થઇ છે, જેમાં સપ્ટેમ્બર, 2024માં 57.70 ટકા એડવાન્સિસ સામેલ છે.

સપ્ટેમ્બર, 2024માં રિટેઇલ ધિરાણ 21.61 ટકા વધીને રૂ. 1,21,517 કરોડ થયું છે. કૃષિ ધિરાણ વાર્ષિક ધોરણે 21.46 ટકા વધીને રૂ. 93,798 કરોડ થયું છે. સપ્ટેમ્બર, 2024માં MSME ધિરાણ 15.42 ટકા વધીને રૂ. 85,097 કરોડ થયું છે. ડોમેસ્ટિક સીએએસએ સપ્ટેમ્બર, 2023ના રૂ. 2,56,956 કરોડથી 7.26 ટકા વધીને સપ્ટેમ્બર, 2024માં રૂ. 2,75,618 કરડો થયું છે તેમજ સીએએસએ રેશિયો 41.18 ટકા નોંધાયો છે.

નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં બેંકે નવા 5.77 લાખ PMJDY એકાઉન્ટ ખોલ્યાં છે તથા નાણાકીય વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં 9.55 લાખ નવા એકાઉન્ટ ખોલ્યાં છે. સપ્ટમ્બર, 2024માં કુલ ટ્રાન્ઝેક્શનમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો હિસ્સો 95 ટકા વધ્યો છે, જે સપ્ટેમ્બર, 2023માં 92 ટકા હતો.30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં બેંકની ઘરેલુ બ્રાન્ચની સંખ્યા 5191 છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)