બાર્બેક્યુ નેશન દેશમાં 30 અને ગુજરાતમાં બે નવા આઉટલેટ્સ શરૂ કરશે
અમદાવાદમાં 4થું બોપલ ખાતે અને ગુજરાતમાં 10મું આઉટલેટ શરૂ કરાયું
અમદાવાદ: કેઝ્યુઅલ ડાઇનિંગ બાર્બેક્યુ નેશન્સ આગામી એક વર્ષમાં દેશભરમાં 30 અને ગુજરાતમાં બે નવા આઉટલેટ્સ લોન્ચ કરશે. કંપનીએ અમદાવાદમાં બોપલ ખાતે TRP MALL ખાતે ચોથા આઉટલેટની શરૂઆત કરી છે. આ સાથે કંપનીના અમદાવાદમાં 4 અને ગુજરાતમાં 10 આઉટલેટ્સ શરૂ થઇ ચૂક્યા છે.
‘લાઇવ-ઓન-ધ-ટેબલ’ ગ્રીલની ફૂડ સ્ટાઇલની શરૂઆત કરનાર બાર્બેક્યૂ નેશન હોસ્પિટાલિટી લિમિટેડના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર મન્સૂર મેમણે જણાવ્યું હતું કે, બાર્બેક્યુ નેશન ખાતે ઇટ-ઓલ-યુ-કેન બુફેમાં વેજ અને નોનવેજ સ્પ્રેડમાં ઘણી બધી વેરાયટી પ્રદાન કરે છે. 2006 માં મુંબઈમાં તેના પ્રથમ સ્ટોરથી લાઈવ ઓન-ધ-ટેબલ ગ્રીલના ખ્યાલ સાથે ‘DIY’ (તમારી જાતે કરો) રાંધણકળાને પ્રોત્સાહન આપવા માટે બાર્બેક્યુ નેશન ભારતમાં જાણીતી છે. બાર્બેકયુ નેશનની શરૂઆત એક સાદા વિચાર સાથે કરવામાં આવી હતી. છેલ્લા 15થી વધ વર્ષોમાં, બાર્બેક્યુ નેશને ભારત અને વિદેશમાં 200 થી વધુ આઉટલેટ્સ સાથે 80 થી વધુ શહેરોમાં વિસ્તરણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન, બ્રાન્ડે ઇન્ટરેક્ટિવ લાઇવ કાઉન્ટર્સ, બહુવિધ કુલ્ફીના પ્રકારો અને ‘બાર્બેક્યુ-ઇન-અ-બોક્સ’ના અનન્ય ડિલિવરી પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે નવીનતા સાથે કામ કર્યું છે.