અમદાવાદ, 15 નવેમ્બર: બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે તેના બરોડા બીએનપી પારિબા લાર્જ એન્ડ મીડ કેપ ફંડ માટે બેવડી સિદ્ધિ હાંસલ કર્યાની જાહેરાત કરી હતી. સંપત્તિ સર્જનના પાંચ વર્ષ પૂરા કરનારી આ સ્કીમે એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં રૂ. 1,500 કરોડનો આંક પાર કર્યો છે જે રોકાણકારો માટે સંપત્તિ સર્જન કરીને ‘Together for more’ ના બ્રાન્ડના વચન પૂરા કરવાની તેની ક્ષમતામાં રોકાણકારોએ મૂકેલા વિશ્વાસને દર્શાવે છે.

મજબૂત પર્ફોર્મન્સ ટ્રેક રેકોર્ડ

ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર – ઇક્વિટી સંજય ચાવલા અને સિનિયર એનાલિસ્ટ કીર્તન મહેતા દ્વારા સંચાલિત આ સ્કીમે સતત તેના બેન્ચમાર્ક કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ સ્કીમે 17.08 ટકા વળતર આપ્યું છે, જે બેન્ચમાર્ક બીએસઈ 250 લાર્જ એન્ડ મીડકેપ ટીઆરઆઈના 13.9 ટકાના વળતર કરતા વધુ છે. શરૂઆતથી, ફંડે 21.23 ટકા વળતર આપ્યું છે, જેની સામે બેન્ચમાર્કનું વળતર 19.82 ટકા હતું.

31 ઓક્ટોબર, 2025 સુધીમાં, શરૂઆતના સમયે રોકાણ કરાયેલ રૂ. 1,00,000 ની રકમ બમણી થઈને રૂ. 2,74,803.0 થઈ ગઈ હોત. આ જ પ્રમાણે શરૂઆતથી ફંડમાં રૂ. 10,000ની દર મહિને કરવામાં આવેલી એસઆઈપીનું મૂલ્ય આજે રૂ. 9.61 લાખ થયું હોત જે લાંબા ગાળે સંપત્તિ નિર્માણના સાધન તરીકે તેની અસરકારકતા દર્શાવે છે.

સંતુલિત અભિગમઃ લાર્જ એન્ડ મીડ કેપ્સ

બરોડા બીએનપી પારિબા લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લાર્જ-કેપ અને મીડ-કેપ કંપનીઓમાં ઓછામાં ઓછું 35 ટકાનું રોકાણ કરે છે, જે આ સેગમેન્ટની 250 કંપનીઓમાંથી 40-60 શેરોનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવે છે. ઓક્ટોબર 2025 સુધીમાં, પોર્ટફોલિયો ફાળવણી આ મુજબ છે:

  • 50 ટકાથી થોડુંક વધુ લાર્જ કેપ સ્ટોક્સમાં
  • 45.4 ટકા મીડ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં

પાંચમી વર્ષગાંઠે મજબૂત ટ્રેક રેકોર્ડ અને મજબૂત એયુએમ વૃદ્ધિ સાથે, બરોડા બીએનપી પારિબા લાર્જ એન્ડ મીડ કેપ ફંડ ભારતની વિવિધ દાયકાની વૃદ્ધિની વાર્તામાં સંતુલિત ઇક્વિટી એક્સપોઝર મેળવવા માંગતા રોકાણકારો માટે વિશ્વસનીય પસંદગી તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)