બરોડા BNP પારિબા મ્યુ.ફંડે સ્મોલકેપ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 6 ઓક્ટોબર: બરોડા BNP પારિબા મ્યુચ્યુઅલ ફંડે મુખ્યત્વે સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ બરોડા BNP પારિબ સ્મોલ કેપ ફંડના લોન્ચની જાહેરાત કરી છે. ફંડને નિફ્ટી સ્મોલ કેપ 250 ટીઆર ઈન્ડેક્સ સામે બેન્ચમાર્ક કરવામાં આવશે. સ્મોલ-કેપ ફંડની મુખ્ય લાક્ષણિકતાઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
NFO 06 ઓક્ટોબરે ખુલશે અને 20 ઓક્ટોબરે બંધ થશે
ફંડ સ્મોલ-કેપ કંપનીઓમાં 65%થી વધુ નેટ એસેટ્સનું રોકાણ કરશે
ફંડ બોટમ-અપ સ્ટોક-પીકિંગ અભિગમને અનુસરશે. મજબૂત ફંડામેન્ટલ્સ, ગુણવત્તાયુક્ત બિઝનેસ મોડલ અને મજબૂત મેનેજમેન્ટ ટીમ ધરાવતી કંપનીઓને પસંદ કરવા પર ભાર મૂકવામાં આવશે.
ફંડ સેક્ટર-એગ્નોસ્ટિક હશે
તેનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં અગ્રણી કંપનીઓ બનવાની ક્ષમતા ધરાવતી કંપનીઓ પસંદ કરીને રોકાણકારો માટે સંપત્તિનું નિર્માણ કરવાનો છે.
સ્મોલ કેપ સેગમેન્ટ વિવિધ ક્ષેત્રોમાં રોકાણના વિકલ્પો પ્રદાન કરે છે અને તે પ્રમાણમાં ઊંચો વૃદ્ધિ દર ધરાવે છે. છેલ્લા 10 વર્ષોમાં, નિફ્ટી સ્મોલ કેપ ટીઆરઆઈ ઇન્ડેક્સે પ્રભાવશાળી 21% સીએજીઆર રિટર્ન આપ્યું છે એમ બરોડા BNP પારિબા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ સુરેશ સોનીએ જણાવ્યું હતું.
આ સ્કીમ નીચેની બે સ્કીમ્સ ઓફર કરે છે: બરોડા BNP પારિબા સ્મોલ કેપ ફંડ – રેગ્યુલર પ્લાન અને બરોડા BNP પારિબા સ્મોલ કેપ ફંડ – ડાયરેક્ટ પ્લાન. દરેક પ્લાન ગ્રોથ ઓપ્શન અને ઇન્કમ ડિસ્ટ્રિબ્યુશન કમ કેપિટલ વિડ્રોઅલ (આઈડીસીડબ્લ્યુ) વિકલ્પ ઓફર કરે છે. આઈડીસીડબ્લ્યુ ઓપ્શન બે વિકલ્પો ઓફર કરે છે: પેઆઉટ ઓફ ઇન્કમ ડિસ્ટ્રિબ્યુશન કમ કેપિટલ વિડ્રોઅલ વિકલ્પ અને રિઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્કમ ડિસ્ટ્રિબ્યુશન કમ કેપિટલ વિડ્રોઅલ વિકલ્પ.