નવી દિલ્હી, 6 ઓક્ટોબરઃ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ 11 ઓક્ટોબરે યોજાનારી તેની એજીએમમાં ​​ઇક્વિટી શેરના બાયબેક (TCS Share buyback) અંગે વિચારણા કરશે. આ નિર્ણય TCS બોર્ડ 11 ઓક્ટોબર, 2023ના રોજ ત્રિમાસિક પરિણામો માટે યોજાનારી બેઠકમાં લેવામાં આવી શકે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. બાયબેકની જાહેરાત પહેલા, TCSનો શેર NSE પર લગભગ 1 ટકા વધીને રૂ. 3,621.25 પર બંધ થયો હતો.

અન્ય આઇટી કંપનીઓ ઇન્ફોસિસે શેર બાયબેક મારફત રૂ. 9,300 કરોડમાં 6.04 કરોડ શેર પાછા ખરીદ્યા હતા. જૂનમાં, વિપ્રોએ રૂ. 12,000 કરોડના શેર બાયબેકની જાહેરાત કરી હતી, જે અત્યાર સુધીનો તેનો સૌથી મોટો શેર બાયબેક છે. TCS દેશની અગ્રણી દેવા મુક્ત IT કંપની છે. જેની પાસે જૂન 2023 સુધી 15,622 કરોડ રૂપિયાની રોકડ રકમ હતી.

TCS એ વર્ષ 2022માં તેનું છેલ્લું શેર બાયબેક કર્યું હતું, જ્યારે IT અગ્રણીએ રૂ. 18,000 કરોડના શેર બાયબેક કર્યા. જેની ઈશ્યૂ સાઈઝ રૂ. 4500 પ્રતિ શેર હતી.

TCS બોર્ડ તે જ દિવસે શેર બાયબેક દરખાસ્ત પર વિચારણા કરવા માટે તૈયાર છે જે દિવસે IT મેજર તેના Q2FY24 નાણાકીય પરિણામોની જાહેરાત કરશે.

વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે TCS ચોખ્ખા નફા (PAT) અને કમાણીમાં ક્રમિક વૃદ્ધિ કરશે. માર્જિન પર્ફોર્મન્સના સંદર્ભમાં, તે અન્ય ટિયર-1 સ્પર્ધકોને પાછળ રાખવાની અપેક્ષા છે. કંપનીએ ઘણા મોટા ખર્ચના ટેક-આઉટ સોદાની જાહેરાત કરી હોવાથી, આના પરિણામે TCS માટે મજબૂત કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ (TCV) બુકિંગ થવાની સંભાવના છે. જૂન ક્વાર્ટરમાં TCSનો ચોખ્ખો નફો 17 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. 11,074 કરોડ રહ્યો હતો. તેની કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે આશરે 13 ટકા વધીને રૂ. 59,381 કરોડ થઈ હતી.