IPO ખૂલશે30 ઓગસ્ટ
IPO બંધ થશે3 સપ્ટેમ્બર
ફેસ વેલ્યૂરૂ.5
પ્રાઇસબેન્ડરૂ.370-389
ઇશ્યૂ સાઇઝ17652320 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ.834.68 કરોડ
લિસ્ટિંગBSE, NSE
BUSINESSGUJARAT.IN RATING6.5/10

અમદાવાદ, 27 ઓગસ્ટ: બાઝાર સ્ટાઈલ રિટેલ તા. 30 ઓગસ્ટના રોજ શેરદીઠ રૂ.5ની મૂળકિંમત અને રૂ. 370- 389ની પ્રાઇસબેન્ડ ધરાવતાં ઇક્વિટી શેર્સના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 3 સપ્ટેમ્બરે બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 38 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 38 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરવાની રહેશે. IPOમાં રૂ. 148 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર્સ અને ઇન્વેસ્ટર સેલિંગ શૅરધારકો દ્વારા 1,76,52,320 ઇક્વિટી શૅરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. સ્ટાઈલ રિટેલ લિમિટેડે વોલ્રાડો વેન્ચર્સ પાર્ટનર્સ ફંડ II ને 9,56,072 ઈક્વિટી શેર્સનું પ્રાઈવેટ પ્લેસમેન્ટ હાથ ધર્યું હતું, જેની ઈશ્યૂ કિંમત રૂ. 387 પ્રતિ ઈક્વિટી શેર મારફત (ઈક્વિટી શેર દીઠ રૂ. 382ના પ્રીમિયમ સહિત) કુલ રૂ.37 કરોડ એકત્ર કર્યા પરિણામે ફ્રેશ ઈશ્યૂના કદમાં ઘટાડો થયો છે. ઓફર બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ઓફરના 50% થી વધુ ક્વૉલિફાઈડ સંસ્થાકીય રોકાણકારોને ફાળવણી માટે, નેટ ઓફરના 15% કરતા ઓછી નહીં બિન-સંસ્થાકીય રોકાણકારોને ફાળવણી માટે અને રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઓફરના 35% હિસ્સો ઉપલબ્ધ રહેશે.

ઇશ્યૂના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે: તાજા ઈશ્યુમાંથી, કંપની દ્વારા લેવામાં આવેલ તમામ અથવા અમુક બાકી ઉધારના અમુક ભાગની પૂર્વચુકવણી અથવા ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે માટે રૂ. 146 કરોડની સુધીની રકમ ઉપયોગમાં લેવાશે ઉપયોગમાં લેવાશે

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

એપેરલ્સ અને જનરલ મર્ચેન્ડાઈઝ સેગમેન્ટ હેઠળ ગુણવત્તાયુક્ત અને પોસાય તેવા ઉત્પાદનો ‘વેલ્યુ રિટેલ’ સ્ટોર્સની શૃંખલા મારફત ઓફર કરતી વેલ્યુ ફેશન રિટેલર કંપની છે. 2013માં સ્થપાયેલી કંપનીનો પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યોમાં સંગઠિત મૂલ્યના છૂટક બજારમાં અનુક્રમે 3.03% અને 2.22% બજાર હિસ્સો હતો. સ્ટોરની ગણતરી અને કામગીરીમાંથી આવક બંનેના સંદર્ભમાં કંપની 2017થી 2024 વચ્ચે સૌથી ઝડપથી વિકસતી મૂલ્ય રિટેલર બની  હતી. 31 માર્ચ, 2024 સુધીમાં, તેના સ્ટોર્સમાં ગ્રાહક અનુભવ વધારવા માટે પ્રશિક્ષિત સ્ટાફ સાથે સરેરાશ 9,046 ચોરસ ફૂટનું કદ હતું. તેના ઉત્પાદન પોર્ટફોલિયોમાં કોસ્મેટિક્સ અને ઈમિટેશન જ્વેલરી, કન્ઝ્યુમર એપ્લાયન્સીસ, હાઉસવેર પ્રોડક્ટ્સ અને બેગ્સ સહિત એપેરલ્સ અને સામાન્ય મર્ચેન્ડાઈઝ બંનેનો સમાવેશ થાય છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

બાઝાર સ્ટાઈલ રિટેલની કામગીરીમાંથી કંસોલિડેટેડ આવક નાણાકીય વર્ષ 2024માં રૂ. 972.88 કરોડ હતી અને કર પછીનો નફો નાણાકીય વર્ષ 2024માં રૂ. 21.94 કરોડ હતો.

લીડ મેનેજર્સલિસ્ટિંગ
એક્સિસ કેપિટલ, ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસિસ અને JM ફાઇનાન્શિયલ બુક રનિંગ લીડ મેનેજર્સ છેઈક્વિટી શૅર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)