BERAKING!! AFTER 13 MONTHS BREAK SENSEX BREAKS 62000 POINTS LEVEL!!
13 માસના બ્રેક બાદ સેન્સેક્સે 62000 પોઇન્ટની સપાટી બ્રેક કરી
સેન્સેક્સ 62052.57(16-11-21)ની સર્વોચ્ચ સપાટીથી હવે માત્ર 265 પોઇન્ટ દૂર
નિફ્ટીએ પણ ઇન્ટ્રા-ડે ટ્રેડમાં 18422.15 પોઇન્ટની ઐતિહાસિક ટોચ નોંધાવી
17 જૂનની 50921 પોઇન્ટની સપાટીથી સેન્સેક્સમાં 11060 પોઇન્ટનો સંગીન સુધારો છતાં મોટાભાગના રોકાણકારો હજી અવઢવની સ્થિતિમાં કે તેજી વાસ્તવિક છે કે નહિં….
કારણકે…. આજે બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3639 પૈકી 1387 એટલેકે 38.11 ટકા સ્ક્રીપ્સમાં સુધારા સામે 2150 સ્ક્રીપ્સમાં એટલે કે 59.8 ટકા સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. જે દર્શાવે છે કે માર્કેટ મોમેન્ટમ અને ચાલ તેજીની રહેવા છતાં માર્કેટબ્રેડ્થ તો નેગેટિવ રહી હતી….
અમદાવાદઃ ભારતીય શેરબજારો ફરી તેજીના તાલે ઝૂમી રહ્યા છે. સેન્સેક્સ છેલ્લે તા. 18 ઓક્ટોબર-2021ના રોજ ઇન્ટ્રા-ડે 62245 પોઇન્ટની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો ત્યારે મોટાભાગના ટીડા જોષીઓ અને કહેવાતા માર્કેટ મહારથીઓ 2022માં 75000 અને 100000 પોઇન્ટની વાતો લાવ્યા હતા. પરંતુ માર્કેટને પણ લોજિક હોય છે. ઓલટાઇમ હાઇથી સેન્સેક્સે તા. 17 જુનના રોજ 50921 પોઇન્ટની વર્ષ દરમિયાનની બોટમ બનાવવા સાથે 11060 પોઇન્ટનું કરેક્શન નોંધાવ્યું હતું. પરંતુ ત્યારબાદ શરૂ થયેલી ધીમી અને ઓક્ટોબર અંતથી શરૂ થયેલી સંગીન સુધારાની ચાલમાં સેન્સેક્સ છેવટે 13 માસના બ્રેક બાદ ફરી 62000 પોઇન્ટની સપાટીને બ્રેક કરી રહ્યો છે. પરંતુ મોટાભાગના રોકાણકારો હજી અવઢવની સ્થિતિમાં કે તેજી વાસ્તવિક છે કે નહિં…. વૈશ્વિક મંદી, રશિયા- યુક્રેન યુદ્ધ, ક્રૂડનો કકળાટ, કરન્સી ક્રાઇસિસ સહિત સંખ્યાબંધ ઇકો- પોલિટિકલ ક્રાઇસિસ વચ્ચે પણ ઇન્ડિયન ઇકોનોમિ મજબૂત હોવાનો ભારતીય શેરબજારો સજ્જડ પૂરાવો આપી રહ્યા છે.
બુધવારે સેન્સેક્સ 107.73 પોઇન્ટના સુધારા સાથે 61980.72 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો તે પહેલા ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ખુલતામાં 164 પોઇન્ટનો ગેપડાઉન આપતાં માર્કેટમાં એવું લાગતું હતું કે કરેક્શન જોવાશે પરંતુ ધીરે ધીરે માર્કેટ મોમેન્ટમ જામવા સાથે સેન્સેક્સે 62000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા સાથે 62052.57 પોઇન્ટની સપાટી નોંધાવી હતી. જે હવે ઓલટાઇમ હાઇને ટચ કરવા માટે માત્ર 265 પોઇન્ટનું છેટું હોવાનું દર્શાવે છે.
નિફ્ટી ઇન્ટ્રા-ડે 18442 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી -50 પણ આજે ઇન્ટ્રા-ડે 18442.15 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયો હતો. જે છેલ્લે 6.25 પોઇન્ટના નોમિનલ સુધારા સાથએ 18409.65 પોઇન્ટની નવી ટોચની સપાટીએ બંધ રહ્યો હતો.
બેન્કેક્સ ઐતિહાસિક ટોચે, ફાઇનાન્સ વર્ષની ટોચે
બેન્કેક્સ આજે પણ ઐતિહાસિક ટોચે આંબવા સાથે છેલ્લે જોકે, 0.47 ટકા સુધરીને બંધ રહ્યો હતો. જ્યારે ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 0.12 ટકાના સુધારા સાથે વર્ષની ટોચે પહોંચ્યો હતો. અન્ય સેક્ટોરલ્સ પૈકી હેલ્થકેર, મેટલ, પાવર અને રિયાલ્ટી ઇન્ડેક્સમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.
ઇન્ડેક્સ | ઇન્ટ્રા-ડે હાઇ | બંધ | +/-% |
BANKEX | 4869.91 | 48621.86 | 0.47 |
FINA. SERVICE | 8941.15 | 8114.64 | 0.12 |
BSE TOP 5 GAINERS
Security | LTP (₹) | Change | % Ch. |
HUDCO | 47.25 | +5.70 | +13.72 |
HCC | 15.55 | +1.33 | +9.35 |
KIRLOSENG | 322.00 | +27.25 | +9.25 |
TCNSBRANDS | 606.65 | +48.55 | +8.70 |
FINOLEXIND | 161.85 | +12.25 | +8.19 |
BSE TOP 5 LOSERS
Security | LTP (₹) | Change | % Change |
APOLLOTYRE | 277.30 | -20.55 | -6.90 |
RIIL | 1,027.10 | -47.90 | -4.46 |
AARTIIND | 676.80 | -29.45 | -4.17 |
DELTACORP | 218.50 | -9.55 | -4.19 |
PAISALO | 78.55 | -7.20 | -8.40 |