મુંબઇ, 20 મે: ભારતી એક્સાએ ભારતી એક્સા લાઇફ ગ્રોથ શિલ્ડ પ્લસ લોન્ચ કરી છે. આ પ્લાન એ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન છે જેની ડિઝાઇન માર્કેટ સાથે જોડાયેલ​ વળતર સાથે 100 ગણા વાર્ષિક પ્રિમીયમ સુધીનું જીવન વીમા કવચ આપશે.

આ પ્રોડક્ટ ફક્ત ગ્રાહકોના રક્ષણની ખાતરી આપશે એટલુ જ નહી પરંતુ તેમના રોકાણ લક્ષ્યાંકો અને જોખમ વળતર પસંદગી અનુસાર અસંખ્ય ફંડ વિકલ્પ સાથે રોકાણ વ્યૂહરચનાઓની વચ્ચે પસંદગી કરવાની સાનુકૂળતા પણ આપશે. વધી રહેલી મહત્ત્વાકાંક્ષાઓ અને અંગત અને વ્યાવસાયિક લક્ષ્યાંકો હાંસલ કરવાની જરૂરિયાત સાથે આ પ્લાન જે વ્યક્તિને આયોજિત વ્યૂહાત્મક રોકાણો મારફતે સંપત્તિમાં વધારો કરવામાં મદદ કરશે. ભારતી એક્સા લાઇફ ગ્રોથ શિલ્ડ પ્લસ (UIN: 130L123V01) અન્ય ફાયદાઓ પણ પ્રદાન કરે છે જેમાં ચાર્જીસ પરતગી અને ફંડ વેલ્યુ પર 30% સુધીના લોયલ્ટી લાભોનો સમાવેશ થાય છે. જે વ્યક્તિઓ આ પ્લાન અપનાવે છે તેમને બે ગણા પ્રિમીયમ એલોકેશન ચાર્જ પરત મળશે અને મોર્ટેલિટી ચાર્જ ત્રણ ગણો મળશે. વધુમાં ગ્રાહકો ચૂકવાયેલા પ્રિમીયમ પર કર લાભો પણ મેળવી શકે છે, જે આવક વેરા ધારો, 1961 હેઠળની પ્રવર્તમાન જોગવાઇઓને આધિન રહેશે.  ગ્રાહકોના આવશ્યક માપદંડોને પરિપૂર્ણ કરતા હોય તેવા અસંખ્ય પ્રોડક્ટ લાભો પણ ઉપલબ્ધ છે. ભારતી એક્સા લાઇફ ઇન્સ્યોરન્સના ચિફ ડીસ્ટ્રીબ્યૂશન ઓફિસર મુરલી જલાનએ જણાવ્યું હતુ કે, આ પ્લાનની ડિઝાઇન ટીમ પ્લાન અને યુલિપના સંયુક્ત લાભો પૂરા પાડવા માટે કરવામાં આવી છે