મુંબઈ, 18 સપ્ટેમ્બર: ભારતી એક્સા લાઈફે ન્યૂ ફંડ ઓફરિંગ (NFO)- ઇમર્જિંગ ઇક્વિટી ફંડ લોન્ચ કર્યું છે. મિડ-કેપ કંપનીઓના પોર્ટફોલિયોમાં રોકાણ કરીને લાંબા ગાળાના મૂડી સર્જન કરવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થા દ્વારા આ પહેલું મિડ-કેપ ફંડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ NFOs  નવી સિક્યુરિટીઝ અને સ્ટ્રેટજીના આધારે રોકાણ કરે છે. રોકાણકારો ભારતી એક્સા લાઇફના ઇમર્જિંગ ઇક્વિટી ફંડમાં ત્રણ ભારતી એક્સા લાઇફના યુલિપ પ્લાન દ્વારા રોકાણ કરી શકે છે: ભારતી એક્સા લાઈફ વેલ્થ પ્રો, ભારતી એક્સા લાઈફ ગ્રો વેલ્થ અને હાલમાં જ લોન્ચ થયેલ ભારતી એક્સા લાઈફ વેલ્થ મેક્સિમાઈઝર.

ભારતી એક્સા લાઈફ ઈન્સ્યોરન્સના એમડી પરાગ રાજાએ જણાવ્યું હતું કે, 2010માં ફંડ લોન્ચ કર્યા બાદ આ એનએફઓ 13થી વધુ વર્ષો બાદ અમારી પ્રથમ ઓફરને ચિહ્નિત કરે છે. કંપનીની અગાઉની પાંચ ફંડ ઓફરિંગે 4 અને તેથી વધુનું મોર્નિંગસ્ટાર રેટિંગ મેળવ્યું છે.