અમદાવાદ

ક્રિપ્ટો માર્કેટ બે વર્ષ અગાઉ રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી મંદીનો સામનો કરી રહ્યા છે. જો કે, ચાલુ કેલેન્ડર વર્ષમાં સ્થિર વલણ સાથે બિટકોઈન, ઈથેરિયમ સહિતની ક્રિપ્ટો કરન્સી આગેકૂચ કરી રહી છે. જેમાં ટોચની ક્રિપ્ટો બિટકોઈન 55.99 ટકા ઉછળ્યો છે. જે 1 જાન્યુઆરીએ 16625.08 ડોલર હતો. જ્યાંથી  9307.73 ડોલર વધી 25932.81 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી બાજુ બીજા ક્રમની ટોચની ઈથેરિયમ 1200.96 ડોલરથી 32.14 ટકા વધી 16625.08 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે.

Coinbase CEO બ્રાયન આર્મસ્ટ્રોંગે ક્રિપ્ટો એક્સચેન્જ બિટકોઇન લાઈટનિંગ નેટવર્કને એકીકૃત કરવાની જાહેરાત કરી છે, જે લેયર-2 સોલ્યુશન ધરાવે છે. જેનો હેતુ ઝડપી અને સસ્તા BTC વ્યવહારોને સક્ષમ બનાવવાનો છે. જેક ડોર્સી જેવા હાઈ પ્રોફાઇલ વિવેચકો, કો-ફાઉન્ડર અને ટ્વિટરના ભૂતપૂર્વ CEO અને Block Inc ના CEO સહિત બિટકોઇન સમુદાયની મહિનાઓની ચકાસણી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એક ટ્વીટમાં, આર્મસ્ટ્રોંગે જણાવ્યું હતું કે, “ટીમે તેમાં ઉંડાણપૂર્વક રિસર્ચ કરી લાઈટનિંગને એકીકૃત કરવાનો નિર્ણય લીધો છે. Bitcoin એ ક્રિપ્ટોમાં સૌથી મહત્વની સંપત્તિ છે અને અમે ઝડપી/સસ્તા Bitcoin વ્યવહારોને સક્ષમ કરવા માટે ઉત્સુક છીએ.”

ટોચની 10 ક્રિપ્ટો કરન્સીની સ્થિતિ (છેલ્લો ભાવ સમાચાર લખાયા ત્યાં સુધીનો)

ક્રિપ્ટોછેલ્લો ભાવ
Bitcoin$25,949.79
Ethereum$1,592.18
Tether$0.9999
BNB$211.34
USD Coin$1.00
XRP$0.4766
Cardano$0.2471
Dogecoin$0.06116
Solana$18.18
TRON$0.08047