અમદાવાદઃ પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર બ્લેકસ્ટોન ભારતીય ડિજિટલ ઇન્ફોર્મેશન કંપની R Systems internationalમાં રૂ. 2904 કરોડ (359 મિલિયન ડોલર)માં 52 ટકા સ્ટેક ખરીદશે. આ જાહેરાતના પગલે R Systemsના શેરનો ભાવ રૂ. 35.30 (15.06 ટકા)ના ઉછાળા સાથે રૂ. 269.70 બંધ રહ્યો હતો. બ્લેકસ્ટોન શેરદીઠ રૂ. 245ના ભાવે 48.33 ટકા શેર્સ ઓપન ઓફર મારફત ખરીદશે. બ્લેકસ્ટોન રૂ. 246ના ભાવે કન્ડિશનલ ડિલિસ્ટિંગ ઓફર મૂકશે.

નવી દિલ્હી સ્થિત કંપનીનો શેર વર્ષ દરમિયાન રૂ. 354.55નું ટોપ અને રૂ. 185નું બોટમ બનાવી ચૂક્યો છે.