અમદાવાદ, 12 જૂનઃ  અગ્રણી બ્રોકરેજ હાઉસ દ્વારા પાંચ સ્ક્રીપ્સમાં શોર્ટ મિડિયમ ટર્મ માટે વોચ રાખવાની ભલામણ કરાઇ છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ.

ઇન્ડિયા શેલ્ટર ફાઇનાન્સ કોર્પોરેશન: રૂ. 651: ICICI સિક્યોરિટીઝે ‘બાય’ રેટિંગ સાથે ઇન્ડિયા શેલ્ટર ફાઇનાન્સ કોર્પોરેશન પર કવરેજ શરૂ કર્યું છે. આ શેર માટે રૂ. 800નો લક્ષ્યાંક રાખ્યો હતો, જે વર્તમાન બજાર કિંમતોથી લગભગ 23% સુધારાની શક્યતા દર્શાવે છે.

હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શનઃરૂ 47: ઈલારા કેપિટલએ ‘બાય’ રેટિંગ સાથે હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન પર કવરેજ શરૂ કર્યું. શેર માટે રૂ. 63નો ટાર્ગેટ નક્કી કર્યો હતો, જે વર્તમાન બજાર કિંમતોથી 34% સુધીના સુધારાની શક્યતા ધરાવે છે.

L&T ફાયનાન્સ: રૂ. 165: એન્ટિકે ‘બાય’ રેટિંગ સાથે L&T ફાઇનાન્સ પર કવરેજ શરૂ કર્યું.  શેર માટે રૂ. 220 ની લક્ષ્ય કિંમત નક્કી કરી હતી, જે વર્તમાન બજાર કિંમતોથી 33% સુધારાની શક્યતા ધરાવે છે.

 જ્યોતિ લેબ્સ: રૂ 452: HDFC સિક્યોરિટીઝે ‘બાય’ રેટિંગ સાથે જ્યોતિ લેબ્સ પર કવરેજ શરૂ કર્યું. શેર માટે રૂ. 575ની લક્ષ્ય કિંમત નિર્ધારિત કરી છે, જે વર્તમાન બજાર કિંમતોથી 27% સુધારાની સંભવિતતા દર્શાવે છે.

પીટીસી ઇન્ડસ્ટ્રીઝઃ રૂ. 11,716: ‘બાય’ રેટિંગ સાથે પીટીસી ઇન્ડસ્ટ્રીઝ પર એન્ટિક શરૂ કવરેજ. બ્રોકરેજ ફર્મે સ્ટોક પર રૂ. 13010નો ટાર્ગેટ નક્કી કર્યો હતો, જે વર્તમાન બજાર કિંમતથી 11% સુધારાની સંભવિતતા દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)