અમદાવાદ, 10 મેઃ BSE લિમિટેડે 31 માર્ચ, 2024ના અંતે પૂરા થયેલા વર્ષનાં ઑડિટેડ કૉન્સોલિડેટેડ પરિણામ જાહેર કર્યાં છે, જે મુજબ આ સમયગાળામાં કુલ કોન્સોલિડેટેડ (કૉન્સોલિડેટેડ) આવક વાર્ષિક ધોરણે 70 ટકાના ઉછાળા સાથે 1618 કરોડ રૂપિયાના રેકૉર્ડ-સ્તરે પહોંચી છે. નાણાકીય વર્ષ 2023માં BSE લિમિટેડની આવક 954 રૂપિયા કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2024માં BSE લિમિટેડનો ચોખ્ખો નફો ગયા નાણાકીય વર્ષના 206 કરોડ રૂપિયાથી 97 ટકા સુધરીને 404 કરોડ રૂપિયા થયો છે. BSE લિમિટેડે નાણાકીય વર્ષ 2023-’24 માટે બે રૂપિયાની મૂળ કિંમતના ઇક્વિટી શૅરદીઠ 15 રૂપિયાના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2024 દરમ્યાન BSE ખાતે ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં 11.3 અબજ કૉન્ટ્રૅક્ટ્સના સોદા થયા હતા.

BSE લિમિટેડનાં પરિણામો વિશે એમડી અને સીઈઓએ જણાવ્યું હતું કે મને એ જણાવતાં આનંદ થાય છે કે અમે વાઇબ્રન્ટ ટ્રેડિંગ પ્લૅટફૉર્મના અમારા ઉદ્દેશ્યમાં સારું પ્રદર્શન કર્યું છે. અમે બિઝનેસનો મજબૂત પોર્ટફોલિયો, નવીનતાની ઝડપી ગતિ અને સારી રીતે સમજી શકાય એવી વ્યૂહરચના બનાવી છે. BSEના ઇક્વિટી કૅશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર આગલા વર્ષના 4132 કરોડ રૂપિયાથી વધીને 6622 કરોડ રૂપિયા રહ્યું છે. BSE સ્ટાર એમએફ પર ટ્રાન્ઝૅક્શન્સની સંખ્યા નાણાકીય વર્ષ 2024 દરમ્યાન આગલા વર્ષના 26.5 કરોડ રૂપિયાથી 55 ટકા વધીને 41.1 કરોડ રૂપિયા થઈ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)