અમદાવાદ, 30 નવેમ્બરઃ સૌથી વધુ રાહ જોવાયેલા અને પ્રચલિત ટાટા ટેક્નોલોજીસ લિ.ના આઈપીઓએ રોકાણકારોને આઠ દિવસમાં જ ત્રણ ગણો નફો આપી મોજ કરાવી છે. આજે ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ 139.99 ટકા પ્રીમિયમે 1199.95ના સ્તરે લિસ્ટેડ થયા બાદ થોડી જ ક્ષણોમાં1 180 ટકા રિટર્ન સાથે 1400ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. માર્કેટ બંધ થવાના સમયે 162.85 ટકા પ્રીમિયમે 1314.25ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ટાટા ટેક્નોલોજીસના આઈપીઓએ 1400ની સર્વોચ્ચ ટોચેથી રોકાણકારોને શેરદીઠ 900 રૂપિયાની કમાણી કરાવી છે. ગ્રે માર્કેટમાં આઈપીઓની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 500 સામે રૂ. 415 પ્રીમિયમ ચાલી રહ્યા હતા.જેની સામે બમણા ભાવે લિસ્ટિંગ કરાવી રોકાણકારોની મૂડી પોણા ત્રણ ગણી કરી આપી છે.

ટાટા ટેક્નોલોજીસે રૂ. 500ની ઈશ્યૂ પ્રાઈસે 3042.51 કરોડનું ફંડ એકત્રિત કર્યું હતું. જેને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ક્યુઆઈબી પોર્શન 203.41 ગણો, એનઆઈઆઈ 62.11 ગણો અને રિટેલ 16.50 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 69.43 ગણો ભરાયો હતો.

સૌથી વધુ લિસ્ટિંગ ગેઈન આપનારો સાતમો આઈપીઓ

IPOલિસ્ટિંગ
તારીખ
ઈશ્યૂ
પ્રાઈસ
લિસ્ટિંગ
ગેઈન
Burnpur
cement
3-1-0812286%
SIGACHI
IND
15-9-21163270%
Allied
Computers
23-11-0712214%
PARAS
DEFENCE
1-10-21175185%
RELIGARE
ENT
21-11-07185182%
VISHAL
RETAIL
4-7-08270178%
Tata
Techno.
30-11-23500168%

ટાટા ટેક્નોલોજીસના આઈપીઓએ 168 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી દેશનો સૌથી વધુ પ્રીમિયમ આપનારો ટોચનો સાતમો આઈપીઓ બન્યો છે. અગાઉ 2008માં બર્નપુર સિમેન્ટ લિ.એ 286 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી સૌથી વધુ રિટર્ન આપ્યું હતું.

ટાટા ટેક્નોલોજીસના ટોચના પાંચ ક્લાયન્ટમાંના એક વિયેતનામીસ EV ઉત્પાદક વિનફાસ્ટમાં સ્ટોકના ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી છે. વિનફાસ્ટ, ટાટા મોટર્સની જગુઆર લેન્ડ રોવર (JLR) સાથે મળી ટાટા ગ્રૂપ કંપનીની ટોચની લાઇનમાં નોંધપાત્ર યોગદાન આપે છે. નાણાકીય વર્ષ 24 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, એકંદર આવકના આશરે 57 ટકા અને સર્વિસ આવકના 71 ટકા પાંચ એન્કર ક્લાયન્ટ્સ પાસેથી આવ્યા હતા.

Multibagger Stock  ટાટા ટેક્નોલોજીસ પર નિષ્ણાતોની ટીપ્સ

માર્કેટ નિષ્ણાતોએ ટાટા ટેક્નોલોજીસના બમ્પર લિસ્ટિંગને વધાવી પોઝિટીવ ટ્રેન્ડ જળવાઈ રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ટાટા ટેક્નોલોજિસનું લિસ્ટિંગ કંપની અને એન્જિનિયરિંગ સર્વિસ સેક્ટર માટે સકારાત્મક વિકાસ છે. IPOમાં ભાગ લેનારા રોકાણકારોએ લાંબા ગાળા માટે તેમના શેરને હોલ્ડ કરવા સલાહ છે. કંપની સતત ગ્રોથ કરી રહી છે. જેનો પીઈ 75.6 ગણા પર ટ્રેડ થઈ રહ્યો છે. ટૂંકાગાળાના રોકાણકારોને પ્રોફિટ બુક કરવા સલાહ છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)