કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ‘વાસોગ્રેન પ્લસ’ના લોન્ચીંગ સાથે માઈગ્રેન મેનેજમેન્ટમાં નવો બેંચમાર્ક સ્થાપિત કર્યો
, અમદાવાદ, 5 ઓગસ્ટ 2025: કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ‘વાસોગ્રેન પ્લસ’ દવા, ચિકિત્સા લોન્ચ કરી છે. તે એક નવીનતમ, ડ્યુઅલ-એક્શન ફોર્મ્યુલેશન છે, જેની રચના પુખ્ત વયના અને કિશોરો બંનેમાં, રોગના લક્ષણ સાથે અથવા તેની વગર માઇગ્રેન (અસહનીય માથાના દુખાવા)ની સારવાર માટે કરવામાં આવી છે. આ નવા લોન્ચિંગ સાથે કંપનીએ, નવીન અને સુલભ હેલ્થકેર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી છે.
માઇગ્રેન, એક એવી સ્થિતિ છે, જે વિશ્વભરમાં લાખો લોકોને અસર કરે છે અને જીવનની ગુણવત્તાને પ્રભાવિત કરે છે. ‘વાસોગ્રેન પ્લસ’, એ ખરેખર માઇગ્રેનની સારવારમાં એક ઉચ્ચ સ્તરીય પ્રગતિ દર્શાવે છે. આ એક અનોખી ઉપચાર પદ્ધતિ છે, જે બે ફાર્માકોલોજિકલ એજન્ટોને જોડીને પૂરક પદ્ધતિઓ દ્વારા કાર્ય કરે છે. જે માઇગ્રેનના ન્યુરોલોજીકલ અને સોજા, બંને ટ્રીગરને લક્ષિત કરે છે. એક જ ટેબ્લેટ(ગોળી)માં, તે ઝડપથી પ્રભાવી રીતે કાર્ય શરૂ કરે છે, લાંબા સમય સુધી રાહત આપે છે અને ફરીથી થવાની સંભાવના ઘટાડવામાં મદદ કરે છે.
તાજેતરમાં મધ્યમથી ગંભીર માઇગ્રેન ધરાવતા 500+ દર્દીઓ પર કરવામાં આવેલા 12 મહિનાના એક વ્યાપક ઓપન-લેબલ અભ્યાસમાં, ‘વાસોગ્રેન પ્લસ’ સલામત, અસરકારક અને સારી રીતે સહન કરી શકાય તેવું સાબિત થયું હતું. મોટાભાગના માઇગ્રેન હુમલાઓને એક જ ડોઝથી અસરકારક રીતે નિયંત્રિત કરવામાં આવ્યા હતા અને સારવારમાં પ્રતિકૂળ ઘટનાઓ પ્રમાણમાં ઓછી જોવા મળી હતી. આમાં સલામતીની કોઈ નવી ચિંતાઓ નહોતી અને બીજા ડોઝના ઉપયોગથી આડઅસરોમાં કોઈ વધારો જોવા મળ્યો નહોતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
