CDSLનું નાણાંકીય સાક્ષરતા અભિયાન ‘નીંવ@25’
અમદાવાદ, 28 ઓગસ્ટ: એશિયાની પ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડે (“CDSL”), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (આઈઆઈએમ-એ) ખાતે ‘CDSL નીંવ @ 25 – ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાઝ #AtmanirbharNiveshak’નું આયોજન કર્યું હતું. આ પહેલ, CDSLના 25મા વર્ષની ઊજવણીના ભાગરૂપે, નાણાંકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા અને રોકાણકારોને મૂડીબજારમાં તેમના રોકાણોને અનુલક્ષીને જાણકાર નિર્ણયો લેવા માટે સશક્તિકરણ પર કેન્દ્રિત છે. શૈક્ષણિક સંસાધનો અને સાધનોની શ્રેણી ઓફર કરીને, CDSL રોકાણકારોને મૂડી બજારોની જટિલતાઓને પાર કરીને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને #AtmanirbharNiveshak બનવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે.