તમાકુ કંપનીઓ પર FDI પ્રતિબંધ લાદવાનું કેન્દ્રની વિચારણા હેઠળ
અમદાવાદ, 2 જુલાઇઃ તમાકુ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણ પર આગામી દિવસોમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવી શકે છે. જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર સિગારેટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે એફડીઆઈ અંકુશની મર્યાદાને વિસ્તૃત કરવા માટે વિચારણા કરી રહી છે અને ટેક્નોલોજી ટાઈ-અપમાં વિદેશી રોકાણને પ્રતિબંધિત કરી શકે છે. જો દરખાસ્તને આગળ વધારવામાં આવે, તો તમાકુ ઉત્પાદનો, ટ્રેડમાર્ક અને તમાકુના કોઈપણ બ્રાન્ડિંગ અને સિગાર જેવા સમાન વિકલ્પની કોઈપણ ફ્રેન્ચાઈઝીમાં એફડીઆઈ પર ટૂંક સમયમાં એફડીઆઈ નિયંત્રણો લાદવામાં આવી શકે છે. અત્યારે, સરકારી નિયમો હેઠળ તમાકુ ઉત્પાદનોના ઉત્પાદનમાં કોઈપણ એફડીઆઈની પરવાનગી નથી. જો આમ થાય તો ITC, ગોડફ્રે ફિલિપ્સ, VST ઈન્ડસ્ટ્રીઝ, NTC ઈન્ડસ્ટ્રીઝ અને ગોલ્ડન ટોબેકોને ખાસ્સું નુકસાન જવાની દહેશત સેવાય છે. આ દરખાસ્ત હાલમાં વાણિજ્ય મંત્રાલય સમક્ષ વિચારણા હેઠળ છે અને મંજૂરી માટે કેબિનેટને મોકલવામાં આવી શકે છે, એવું જાણવા મળ્યું છે. તે સ્પષ્ટ નથી કે સિગારેટ અને તમાકુ ઉદ્યોગ માટેના નિયમોમાં ફેરફાર મોટા ખેલાડીઓના વ્યવસાયોને કેવી અસર કરશે. તમાકુ ઉદ્યોગને ઘણીવાર નિયમનકારી દબાણોનો સામનો કરવો પડે છે, જેમાં ખાસ કરીને કેન્દ્રીય બજેટ પહેલા સંભવિત કર વધારાનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)