1 month17.64%
6 months119.41%
1 Year107.32%
52 week Low to high223.36%
Dividend (FY24)રૂ. 11 પ્રતિ શેર

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ કેન્દ્ર સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપતાં ફંડની ફાળવણી તેમજ પ્રોત્સાહનોના પગલે PSU Stocksમાં છેલ્લા ઘણા સમયથી તેજીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં વાર્ષિક 107.32 ટકા રિટર્ન આપનારી કોચિન શિપયાર્ડે રોકાણકારોને વધુ લાભ આપવાં શેરદીઠ ડિવિડન્ડ અને સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે.

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રોકાણકારોને રૂ.10ની ફેસવેલ્યૂના ઈક્વિટી શેરનું રૂ. 5ની ફેસવેલ્યૂના બે ઈક્વિટી શેરમાં વિભાજન કરવા મંજૂરી આપી છે. જેની રેકોર્ડ તારીખ 10 જાન્યુઆરી, 2024 નિર્ધારિત કરી છે. અગાઉ ગતમહિને 20 નવેમ્બરે કોચિન શિપયાર્ડે રોકાણકારોને શેરદીઠ રૂ. 8નું ડિવિડન્ડ ફાળવ્યું હતું.

Cochin Shipyard Stock છેલ્લા એક મહિનામાં 17.64 ટકા વધ્યો છે. જે તેની વાર્ષિક લો 411ની સપાટીથી 223.36 ટકા ઉછળી રૂ. 1329ની વાર્ષિક ટોચે (52 Week High) પહોંચ્યો હતો. આજે 1.08 ટકા સુધારા સાથે 1271.05 પર બંધ રહ્યો હતો. જે ઈન્ટ્રા ડે 1288.40ની ટોચ અને 1265.35ની બોટમ નોંધાવી હતી.

કંપનીના ફંડામેન્ટલ્સઃ

FY22ની તુલનાએ FY23માં ચોખ્ખા વેચાણમાં 25.9 ટકાનો ઘટાડો અને ચોખ્ખા નફામાં 46 ટકાના ઘટાડાના પડાકારો બાદ કંપનીએ FY24ના પ્રથમ છ મહિનામાં નોંધપાત્ર રિટર્ન આપ્યુ છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ચોખ્ખું વેચાણ 48.9 ટકા વધી રૂ. 1,011.7 કરોડ અને ચોખ્ખો નફો 61 ટકા વધી રૂ. 181.5 કરોડ થયો હતો. H1FY24માં ચોખ્ખુ વેચાણ 32.3 ટકા વધી રૂ. 1,487.6 કરોડ અને ચોખ્ખો નફો 81 ટકા વધી રૂ. 280.2 કરોડ થયો હતો. જે ઉજ્જવળ ભાવિનો સંકેત આપે છે.

કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL)એ તમામ પ્રકારના જહાજોના બાંધકામ, સમારકામ અને જહાજોના સમયાંતરે અપગ્રેડેશન અને જીવન વિસ્તરણ સહિત તમામ પ્રકારના જહાજોના રિફિટમાં અગ્રણી ખેલાડી છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 16,720 કરોડ છે અને સપ્ટેમ્બર 2023 સુધીમાં કંપનીની ઓર્ડર બુક આશરે છે. 22,000 કરોડ હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એફઆઈઆઈએ કોચિન શિપયાર્ડમાં પોતાનો હિસ્સો 5.73 ટકાથી વધારીને 5.82 ટકા કર્યો છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Meta Slider and Carousel with Lightbox – Settings