અમદાવાદ, 24 મેઃ Cafemutualનું AMFI ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે MF AUM માં વ્યક્તિગત રોકાણકારોનું યોગદાન 2019માં 58%  હતું તે વધીને 2024માં 63% થયું છે. વ્યક્તિગત AUM રૂ. 2019માં 13.81 લાખ કરોડથી વધીને 2024માં રૂ. 33.87 લાખ કરોડ નોંધાઇ છે. જે 5 વર્ષમાં 145%નો વધારો દર્શાવે છે.

વ્યક્તિગત રોકાણકારોમાં, છૂટક રોકાણકારોની AUM વધીને રૂ. 2019માં 6.30 લાખ કરોડથી 2024માં રૂ.14.94 લાખ કરોડ થઇ છે. કુલ MF AUMમાં છૂટક રોકાણકારોનું યોગદાન 2019માં 26.5% હતું તે વધીને 2024માં 28% થયું છે.

દરમિયાન HNI AUM પણ વધીને રૂ. 2019માં 7.52 લાખ કરોડ હતી તે 2024માં 18.94 લાખ કરોડ થઇ છે. આ સમયગાળામાં MF AUM માં HNIsનું યોગદાન 31.6% થી વધીને 35.5% થયું છે.

ફંડ કેટેગરીઝના સંદર્ભમાં, ઇક્વિટી AUMમાં વ્યક્તિગત રોકાણકારોનું યોગદાન 2019માં રૂ. 8.92 લાખ કરોડથી વધીને 2024માં 23.53 લાખ કરોડ નોંધાયું છે. ડેટ સ્કીમના સંદર્ભમાં, AUM રૂ2019માં 11.66 લાખ કરોડથી 2024માં 12.86 લાખ કરોડ થઇ છે. હાઇબ્રિડ ફંડ્સમાં વ્યક્તિગત સંપત્તિનો હિસ્સો રૂ. 1.81 લાખ કરોડથી વધીને રૂ. 7.22 લાખ કરોડ નોંધાયો છે.

ઇક્વિટી ફંડના સ્વસ્થ પ્રદર્શને ઘણા રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ તરફ આકર્ષ્યા છે. AMFI MF સહી હૈ ઝુંબેશ અને ઇક્વિટી ફંડ્સ પર MFDsનું ધ્યાન મ્યુચ્યુઅલ ફંડ્સમાં વ્યક્તિગત સંપત્તિના વિકાસમાં ઉમેરાયું છે. MF ઉદ્યોગે છેલ્લા 5 વર્ષમાં પ્રથમ વખત ઘણા રોકાણકારો ઉમેર્યા છે. ઘણા લોકો નાણાંનું રોકાણ કરવા માટે ભૂતકાળની કામગીરીને જુએ છે અને છેલ્લા પાંચ વર્ષમાં ઘણી યોજનાઓએ સારું પ્રદર્શન કર્યું છે. તાજેતરના વર્ષોમાં ઇક્વિટી માર્કેટના મજબૂત પ્રદર્શને ઇક્વિટી રોકાણનો સંપ્રદાય રચ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Top of Form