CORPORATE/ BUSINESS NEWS
અદાણી પોર્ટે ઇન્ડિઅન ઓઇલ ટેન્કીગમાં ૪૯.૩૮% હિસ્સો રૂ. 1050 કરોડમાં હસ્તગત કર્યો
અમદાવાદ: પરિવહન યુટિલિટી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ વિકાસકાર અને લિકવીડ સ્ટોરેજની સુવિધાઓનું સંચાલન કરતી ઇન્ડિઅન ઓઇલટેન્કિંગ લિમિટેડ (IOTL)માં Oiltanking India GmbHનો 49.38% ઇક્વિટી હિસ્સો હસ્તગત કર્યો છે.
ઇન્ડિઅન ઓઇલ ટેન્કીગ લિ.ની 71.57% હિસ્સેદારી ધરાવતી પેટા કંપની IOT ઉત્કલ એનર્જી સર્વિસિસ લિ.માં વધારાના 10% ઇક્વિટી હિસ્સાના સંપાદનનો પણ સમાવેશ થાય છે. અદાણી પોર્ટ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણસમયના ડાયરેકટર કરણ અદાણીએ જણાવ્યું કે આ સંપાદન સાથે APSEZની ઓઇલ સંગ્રહ ક્ષમતા 200% વધીને 3.6 મિલિઅન કીલોલિટર થતા અદાણી પોર્ટ ભારતની સૌથી મોટી થર્ડ પાર્ટી લિક્વીડ સ્ટોરેજ કંપની બની છે. કંપનીએ તાજેતરમાં પારાદીપ પોર્ટ પર 0.6 મિલિઅન કીલોલિટર ક્રૂડ સ્ટોરેજ ટેન્કના બાંધકામ, સંચાલન અને જાળવણી માટે નુમાલીગઢ રિફાઈનરી લિ. સાથે 25 વર્ષ માટેનો BOOT કરાર કર્યો હતો.