મુંબઈ, 12 ઓગસ્ટ: પ્રાઇવેટ રેલ્વે ઓક્સિલરી કન્સીર્જ સર્વિસ અને ડિજિટલ મીડિયા કંપની ક્રેસંડા રેલ્વે સોલ્યુશન્સે સમગ્ર પૂર્વ રેલવેમાં વાઇફાઇ અને કન્ટેન્ટ ઓન ડિમાન્ડ પ્રદાન કરવા માટે શૌર્ય ટેલીસર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે. પાયલોટ પ્રોજેક્ટ સૌપ્રથમ એક લાંબા અંતરની ટ્રેન સાથે શરૂ થશે જે હાવડા ડિવિઝનમાંથી ઉપડશે અને બાડમેર (રાજસ્થાન) સુધી જશે. ઉચ્ચ કનેક્ટિવિટી ઓફર કરીને, મુસાફરો વધુ એકીકૃત અને આનંદપ્રદ મુસાફરીનો અનુભવ કરશે અને ડિજિટલ અંતરને વધુ ઘટાડવામાં યોગદાન આપશે.

ક્રેસંડાએ રેલ સર્વિસીઝ સાથે પણ નિશ્ચિત કરાર કર્યો છે અને તે રેલ સર્વિસીઝ ફર્મ એપ ‘રેલ સર્વિસીસ’ અને ‘રેલ સર્વિસ મેનેજર’ હસ્તગત કરશે. “રેલ સર્વિસીઝ” એપ્લિકેશન પ્રવાસીઓને તેમની વ્હીલચેરની જરૂરિયાતોને સરળતાથી બુક કરવા માટે સુવિધા આપે છે. ક્રેસંડાને તેના કન્સીર્જ સર્વિસીઝના ટેન્ડર દ્વારા શરૂઆતમાં હાવડા અને સીલદાહ ડિવિઝનથી શરૂ કરવા માટે વ્હીલ ચેર સર્વિસીઝ પ્રદાન કરવાની મંજૂરી આપવામાં આવી છે. વ્હીલ ચેર સેવા 1 ઓગસ્ટ 2024થી હાવડા સ્ટેશનથી શરૂ થઈ ગઈ છે અને બાદમાં સીલદાહ અને પૂર્વ રેલવેના અન્ય વિભાગોમાં વિસ્તરણ કરવામાં આવશે. ક્રેસંડા રેલ્વે સોલ્યુશન્સ એ ખાનગી ક્ષેત્રની અગ્રણી રેલ્વે ઓક્સિલરી (કન્સીર્જ) સર્વિસ અને ડિજિટલ મીડિયા કંપની છે.

શૌર્ય ટેલિસર્વિસિસ ન્યુટ્રલ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રણી છે, જે રૂફટોપ સાઇટ્સ, ઇન-બિલ્ડિંગ કવરેજ સોલ્યુશન્સ અને એરટેલ, બીએસએનએલ, જિયો અને વોડાફોન આઇડિયા જેવા મોટા મોબાઇલ ઓપરેટરો દ્વારા શેર કરાયેલી સ્મોલ સેલ સાઇટ્સ બનાવવા અને લીઝ આપવા માટે વિશેષતા ધરાવે છે. કંપની ફાઈબર ટુ ધ હોમ (એફટીટીએચ) માટે ન્યૂટ્રલ પેસિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પણ સમર્પિત છે. આ નવી ભાગીદારી સાથે, શૌર્ય ટેલિસર્વિસિસ ટેલિકોમ સેક્ટરમાં નવીનતા લાવવાનું ચાલુ રાખે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)