KROSS લિમિટેડનો IPO 9 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ228-240
IPO ખૂલશે | 9 સપ્ટેમ્બર |
IPO બંધ થશે | 11 સપ્ટેમ્બર |
એન્કર ઓફર | 11 સપ્ટેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ.5 |
પ્રાઇસબેન્ડ | રૂ.228-240 |
લોટ સાઇઝ | 62 શેર્સ |
IPO સાઇઝ | 20833334 શેર્સ |
IPO સાઇઝ | 500 કરોડ |
લિસ્ટિંગ | BSE, NSE |
BUSINESSGUJARAT RATING | 7/10 |
અમદાવાદ, 5 સપ્ટેમ્બર: ક્રોસ લિમિટેડ તા. 9 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 5 ફેસવેલ્યુ અને રૂ. 228થી રૂ.240 સુધીની પ્રાઇસ-બેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPO તા. 11 સપ્ટેમ્બરે બંધ થશે. કુલ ઑફરનું કદ ₹ 500 કરોડ સુધીના ઇક્વિટી શેરની (દરેક ₹ 5 ફેસ વેલ્યુ) સંખ્યા છે, જેમાં ₹ 250 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર્સની ફાળવણીનો સમાવેશ થાય છે અને ₹250 કરોડ સુધીની સંખ્યામાં ઇક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ શુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2024ના રોજ હશે અને બિડ/ઓફરની અંતિમ તારીખ બુધવાર, 11 સપ્ટેમ્બર, 2024 હશે.
અરજી ઓછામાં ઓછા 62 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 62 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. કર્મચારીઓ દ્વારા ખરીદી માટેનો અનામત હિસ્સો ₹168 કરોડ સુધીના ઇક્વિટી શેરનો રાખવામાં આવ્યો છે અને બજાજ ફાઇનાન્સ લિમિટેડ અને બજાજ ફિનસર્વ લિમિટેડના શેરધારકો માટેના અનામત હિસ્સામાં ₹82 કરોડ સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.
ઇશ્યૂ માટેના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે
કંપની ફ્રેશ ઇશ્યુમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે. i) મશીનરી અને સાધનોની ખરીદી માટે મૂડી ખર્ચની આવશ્યકતાઓનું ભંડોળ ₹70 કરોડ હોવાનો અંદાજ છે ii)બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી રૂ. 90 કરોડના અંદાજિત અમુક બાકી ઉધાર-ઋણનો હિસ્સો, (iii) કાર્યકારી મૂડીની જરૂરિયાતોની રકમ રૂ. 30 કરોડ હોવાનો અંદાજ છે. સાથોસાથ, સામાન્ય કોર્પોરેટ (વ્યાપારી) હેતુ માટે કેટલીક બાકી રકમ છે (‘Objects of Offer’).
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
Period | Mar24 | Mar23 | Mar22 |
Assets | 352 | 250.57 | 197.82 |
Revenue | 621.46 | 489.36 | 297.88 |
PAT | 44.88 | 30.93 | 12.17 |
Net Worth | 146.81 | 102.11 | 72.4 |
Reserves | 119.76 | 88.58 | 58.88 |
1991 ક્રૉસ લિમિટેડ ટ્રેલર એક્સેલ અને સસ્પેન્શન અને મધ્યમ અને હેવી-ડ્યુટી કોમર્શિયલ વાહનો (M&HC) માટે ઉચ્ચ-પ્રદર્શન બનાવટી અને ચોકસાઇવાળા મશીનવાળા સલામતી નિર્ણાયક ભાગોની અને કૃષિ સાધનો નું વિશાળ શ્રેણીનું ઉત્પાદન અને સપ્લાય કરે છે.
કંપનીના ઉત્પાદન પોર્ટફોલિયોમાં એક્સલ શાફ્ટ, કમ્પેનિયન ફ્લેંજ્સ, એન્ટિ-રોલ બાર અને સ્ટેબિલાઇઝર બાર એસેમ્બલી, સસ્પેન્શન લિન્કેજ, ડિફરન્સિયલ સ્પાઈડર, બેવલ ગિયર્સ, પ્લેનેટ કેરિયર્સ, ઇન્ટર-એક્સલ કિટ્સ, રીઅર-એન્ડ સ્પિન્ડલ્સ, પોલ વ્હીલ્સ અને વિવિધ પ્રકારના ટ્રેક્ટરનો ,હાઇડ્રોલિક લિફ્ટ વ્યવસ્થા, પાવર ટેક-ઓફ (PTO) શાફ્ટ અને ફ્રન્ટ એક્સલ સ્પિન્ડલ્સ માટેના ઘટકો સમાવેશ થાય છે. કંપની તેના ઉત્પાદનોને મુખ્ય અસલ સાધન ઉત્પાદકો (“OEMs”) ને સપ્લાય કરે છે જે M&HCV અને ટ્રેક્ટરનું ઉત્પાદન કરે છે, તેમજ સ્થાનિક ડીલરો અને ટ્રેલર એક્સલ અને સસ્પેન્શન ઉત્પાદકોને જેઓ M&HCV સેગમેન્ટમાં OEM ને સપ્લાય કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)