ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં બિટકોઈન ફરી 20 હજાર ડોલર ક્રોસ
અમદાવાદઃ બિટકોઈન છેલ્લા બે દિવસમાં 18000 ડોલરની સપાટી પર ટ્રેડિંગ થયા બાદ ફરી પાછો 20193 ડોલર થયો હતો. સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોએ 18 હજાર ડોલરથી બિટકોઈનમાં ખરીદી વધારી હતી. વોલ્યૂમ 70 ટકા વધ્યા હતા. અગાઉ 17 સપ્ટેમ્બરે બિટકોઈન 20241 ડોલર પર બંધ રહ્યો હતો. જો કે બિટકોઈન હજી બોટમ નજીક છે. ઈથેરિયમ 6.05 ટકા ઉછાળા સાથે 1383.37 ડોલર પર ટ્રેડેડ હતો. બિટકોઈન બોટમ આઉટ રહેવા સાથે હાલ ઓવર સોલ્ડ થઈ રહ્યો છે. માર્કેટ વેલ્યુ ટુ રીયલાઇઝ્ડ વેલ્યુ (MVRV Z-સ્કોર) અનુસાર, બિટકોઇન તેના વાજબી મૂલ્યની તુલનામાં અત્યંત વધારે અથવા ઓછું મૂલ્ય ધરાવે છે, અને હાલમાં -0.18 છે. અગાઉના બોટમ્સ -0.5 રહ્યા છે. લાંબાગાળાના રોકાણને ધ્યાનમાં રાખી ખરીદી વધારી શકાય. 20 હજાર ડોલરની સપાટી સપ્તાહ સુધી જળવાઈ તો આગામી ચાલ સુધારાની જોવા મળી શકે. – CoinDCX રિસર્ચ ટીમ
અમેરિકી સેન્ટ્રલ બેન્ક ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો તેમજ ડિસેમ્બર અંત સુધી વધુ 1.45 બેઝિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાતના પગલે વૈશ્વિક સ્તરે શેરબજારોમાં મોટા કડાકા નોંધાઈ રહ્યા છે. બીજી બાજુ શેરબજારોમાં વોલેટિલિટી શરૂ થતાં જ ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં સુધારાનું વલણ જોવા મળ્યું છે. શું વાસ્તવમાં શેરબજાર અને ક્રિપ્ટો કરન્સી માર્કેટ વચ્ચે વિપરિત સંબંધ છે. માર્કેટમાં અહેવાલો મળી રહ્યા છે કે, રોકાણકારો શેરબજારનુ નુકસાન સરભર કરવા ક્રિપ્ટોમાં હેજ કરી રહ્યા છે. પરંતુ શેરબજાર કરતાં પણ મોટાપાયે વોલેટિલિટી ક્રિપ્ટો માર્કેટમાં જોવા મળી છે.