તેજીવાળાઓના “ના-તાલ”ના કારણે ડિસેમ્બરમાં ક્રિસમસ પૂર્વે સેન્સેક્સ 2398 પોઇન્ટ ક્રેશ

સેન્સેક્સમાં 703 પોઇન્ટના કડાકાથી 499 પોઇન્ટની V-SHAP રિકવરી

અમદાવાદઃ નવેમ્બરમાં ઓલટાઇમ હાઇ સપાટીએ સ્પર્શી જવા છતાં તાલ- મેલ વગરની તેજી વચ્ચે ભારતીય શેરબજારોમાં ડિસેમ્બર મહિનો પણ તેજીની ઊજવણી વગરનો પસાર થઇ રહ્યો છે. ક્રિસમસ પૂર્વે તેજીવાળાઓના ના-તાલના કારણે સેન્સેક્સમાં 2398 પોઇન્ટનો રકાસ અત્યાર સુધીમાં “ઉજવાઇ” ચૂક્યો છે. તા. 30 નવેમ્બરના રોજ સેન્સેક્સ 63100 પોઇન્ટની સપાટીએ રહ્યો હતો. જે તા. 20 ડિસેમ્બર સુધીમાં 2398 પોઇન્ટના ઘટાડા સાથે 61702 પોઇન્ટના તળિયે બેઠો છે.

સોમવારના સુધારા બાદ મંગળવારે ભારતીય શેરબજારોમાં ફરી મંદીનો માતમ છવાયેલો રહ્યો હતો. સેન્સેક્સ સવારે 197 પોઇન્ટના ગેપડાઉનથી ખૂલ્યા બાદ હેવી સેલિંગ પ્રેશર વચ્ચે એક તબક્કે 703 પોઇન્ટ તૂટી 61103 પોઇન્ટની સપાટીએ ઉતરી ગયો હતો. પરંતુ બપોરે 12.30 કલાક બાદ શરૂ થયેલા વેલ્યૂ બાઇંગના કારણે એક તબક્કે 703 પોઇન્ટનો ઘટાડો 26 પોઇન્ટ સુધી સંકડાઇ ગયો હતો અને છેલ્લે સેન્સેક્સ 103.90 પોઇન્ટના ઘટાડા સાથે 61702.29 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઘટ્યા મથાળેથી 499 પોઇન્ટની V-SHAP રિકવરી દર્શાવે છે. બીજીતરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી- 50 35.15 પોઇન્ટના ઘટાડા સાથે 18385.30 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

વિવિધ સેક્ટોરલ્સમાં સ્ટોક સ્પેસિફીક ઘટાડો

ટેલિકોમ, ઓટો, રિયાલ્ટી ઇન્ડાઇસિસમાં એક ટકા આસપાસ ઘટાડાને બાદ કરતાં મોટાભાગના સેક્ટોરલ્સમાં અડધા ટકા આસપાસની સંકડાયેલી વોલેટિલિટી રહી હતી.

માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ સેન્ટિમેન્ટ સાવચેતીથી વેલ્યૂ બાઇંગનું

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30921
બીએસઇ365715971940

એફપીઆઇ- ડીઆઇઆઇની નોમિનલ ખરીદી

વિદેશી નાણાકીય સંસ્થાઓની રૂ. 455.94 કરોડની નેટ ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓની પણ રૂ. 494.74 કરોડની નેટ ખરીદીનો ટેકો રહ્યો હતો.

દિશા વિહિન બજારમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ જ જાળવો

હાલમાં માર્કેટની કોઇ દિશા નહિં હોવાના કારણે નિફ્ટી 18100- 18700 પોઇન્ટની રેન્જમાં અથડાઇ રહ્યો છે. તેમ છતાં તેજીવાળાઓ માટે 18450 પોઇન્ટની મહત્વની અને મંદીવાળાઓ માટે 18000 પોઇન્ટની મહત્વની સપાટી ગણાવાય છે. માર્કેટ મહત્વના ટેક્નો- ફન્ડામેન્ટલ ઇવેન્ટ્સની રાહ જોઇ રહ્યું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.