IPO Listing: ધર્મજ ક્રોપ ગાર્ડનું 17 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ
અમદાવાદઃ અમદાવાદ સ્થિત એગ્રોકેમિકલ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડના આઈપીઓએ આજે મજબૂત લિસ્ટિંગ કરાવ્યું છે. કંપનીએ રૂ. 237ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 12.24 ટકા પ્રિમિયમે 266 પર બીએસઈ ખાતે લિસ્ટિંગ કરાવ્યું હતું. NSE પર રૂ. 266.05ના ભાવે લિસ્ટ થયા હતા.
બપોરે 12.34 કલાક આસપાસ બીએસઈ ખાતે ધર્મજ ક્રોપના શેર 278.90ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ રૂ. 271 આસપાસ ભાવ બોલાતો હતો. જેમાં ઈશ્યૂ પ્રાઈઝ સામે રોકાણકારોને 17.68 ટકા રિટર્ન મળ્યું હતું. આ સાથે લોટ દીઠ રોકાણકારોને 10 દિવસમાં જ રૂ. 2514નો ફાયદો થયો હતો. લિસ્ટિંગ પહેલા કંપનીના શેર 40-45 રૂપિયાના મજબૂત પ્રીમિયમ સાથે ગ્રે માર્કેટમાં ઉપલબ્ધ હતા.
કંપનીએ આ IPO દ્વારા 251 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. ઇશ્યૂ કુલ 35.5 ટકા સબસ્ક્રાઇબ થયો હતો.
ધર્મજ ક્રોપ ગાર્ડ એગ્રોકેમિકલ કંપની છે જે એગ્રોકેમિકલ ફોર્મ્યુલેશનની વિશાળ શ્રેણીના ઉત્પાદન, વિતરણ અને માર્કેટિંગમાં રોકાયેલી છે. કંપની જંતુનાશકો, ફૂગનાશકો, હર્બિસાઇડ્સ, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, માઇક્રો ફર્ટિલાઇઝર્સ અને એન્ટિબાયોટિક્સ જેવા ઉત્પાદનોનું વેચાણ કરે છે. આ ઉપરાંત, તે ખેડૂતોને પાક સંરક્ષણ ઉકેલો પ્રદાન કરે છે. ધર્મજ ક્રોપ ગાર્ડના IPO અંગે શરૂઆતથી જ ઉત્સાહ હતો.