R K Swamy Ltd IPOનું નિરાશાજનક લિસ્ટિંગ, રોકાણકારોને શેરદીઠ રૂ. 3.50નું નુકસાન
અમદાવાદ, 12 માર્ચઃ આરકે સ્વામી લિ.એ આજે મેઈન બોર્ડ ખાતે 12.50 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને નિરાશ કર્યા છે. આરકે સ્વામીનો આઈપીઓ બીએસઈ ખાતે રૂ. 288ની ઈશ્યૂ પ્રાઈસ સામે 12.50 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 252ના સ્તરે લિસ્ટેડ થયો હતો. જે બાદમાં ઉંચામાં રૂ. 284.50 સુધીના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી શક્યો હતો. આ સ્તર સામે પણ રોકાણકારોને શેરદીઠ રૂ. 3.50નું નુકસાન થયુ છે. શેર 12.34 વાગ્યે 8.91% ડિસ્કાઉન્ટે 262.35ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
ગ્રે માર્કેટમાં આરકે સ્વામી લિ.ના આઈપીઓ માટે કોઈ પ્રીમિયમ નોંધાયા ન હતા. જોકે, માર્કેટ નિષ્ણાતોએ આરકે સ્વામીનો આઈપીઓ 5 ટકા પ્રીમિયમે અર્થાત 300-310ના પ્રીમિયમે લિસ્ટેડ થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઈશ્યૂ કુલ25.78 ગણો સબ્સક્રાઈબ થયો હતો. રિટેલ પોર્શન 33.31 ગણો, એમ્પ્લોયી 2.46 ગણો અને ક્યુઆઈબી પોર્શન 20.58 ગણો અને એનઆઈઆઈ 34.24 ગણો ભરાયો હતો. કંપની ગ્રુપ બી સિક્યુરીટીઝ કેટેગરીમાં ટ્રેડ કરી રહી છે.
આરકે સ્વામી રૂ. 288ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 423.56 કરોડનું ફંડ એકત્રિત કર્યુ હતું. કંપની ઈન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશન્સ, કસ્ટમર ડેટા એનાલિસિસ, ફુલ-સર્વિસ માર્કેટ રિસર્ચ અને સિન્ડિકેટેડ સ્ટડીઝનો બિઝનેસ કરે છે. આરકે સ્વામી એ ડેટા સંચાલિત ઈન્ટિગ્રેટેડ માર્કેટિંગ સર્વિસિઝ પ્રોવાઈડર છે. 2023માં કંપનીએ 818થી વધુ અભિયાનો પ્રકાશિત કર્યા હતા. જેના ગ્રાહકો આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ., સેરા સેનિટરી, ડો. રેડ્ડીઝ સહિત મોટા ગ્રાહકો ધરાવે છે.
શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આરકે સ્વામીના IPOને રોકાણકારો અને પબ્લિક ઇશ્યૂ તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો પરંતુ કંપનીના બિઝનેસ મોડલમાં સિઝનલ, અસ્થિરતા અને દલાલ સ્ટ્રીટ પરની નબળાઈ શેરો પર અસર કરી શકે છે. આરકે સ્વામીના આઈપીઓનું લિસ્ટિંગ ફ્લેટની સાથે નેગેટીવ રહ્યું છે.
સાયક્લિકલ જોખમને કારણે ફ્લેટ લિસ્ટિંગ વાજબી છે અને કંપની ભારતમાં અગ્રણી સંકલિત માર્કેટિંગ સેવા જૂથ છે, જે ઉદ્યોગમાં પાંચ દાયકાથી વધુ સમયથી સર્જનાત્મક, મીડિયા, ડેટા એનાલિટિક્સ અને બજાર સંશોધન સેવાઓ માટે સિંગલ-વિંડો સોલ્યુશન ઓફર કરે છે.