અમદાવાદઃ દિવગી ટૉર્કટ્રાન્સફર સિસ્ટમ્સ તા. 1 માર્ચના રોજ શેરદીઠ રૂ. 5ની ફેસવેલ્યૂ અને રૂ. 560- 590ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં રૂ. 180 કરોડના ફ્રેશ ઇશ્યૂ મારફત 3934243 શેર્સ ઓફર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે.

દિવગી ટીટીએસની કામગીરી એક નજરે

કંપની સિસ્ટમ સ્તરના ટ્રાન્સફર કેસ, ટૉર્ક કપ્લર અને ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન (DCT) સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની ભારતમાં ઓટોમોટિવ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેનુફેક્ચરર્સ (ઓઇએમ)ને ટ્રાન્સફર કેસ સિસ્ટમ્સની અગ્રણી કંપનીઓ પૈકીની એક છે તથા ભારતમાં પેસેન્જર વ્હિકલ ઉત્પાદકોને ટ્રાન્સફર કેસ સિસ્ટમ્સની સૌથી મોટી સપ્લાયર છે. કંપનીએ ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે ટ્રાન્સમિશન સિસ્ટમ્સની પ્રોટોટાઇપ્સની ડિઝાઇન બનાવવાની અને વિકસાવવાની પ્રક્રિયા હાથ ધરી છે, જે માટે તેને એક બિઝનેસ એવોર્ડ પણ મળ્યો છે. ઉપરાંત કંપની એવી થોડી કંપનીઓ પૈકીની એક છે, જે આંતરરાષ્ટ્રીય ઓઇએમ અને ટિઅર 1 ટ્રાન્સમિશન સિસ્ટમ્સ સપ્લાયર્સને સિસ્ટમ્સ સ્તરની સોલ્યુશન પ્રોવાઇડર તેમજ કમ્પોનેન્ટ કિટ સપ્લાયર તરીકે સેવા આપે છે.

ઇશ્યૂ યોજવાના હેતુઓ એક નજરે

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ પોતાની ઉત્પાદન સુવિધાઓના ઉપકરણો/મશીનરીઓની ખરીદી માટે મૂડીગત ખર્ચની જરૂરિયાત માટે ફંડ મેળવવા અને (ii) સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.

કંપની ગ્રાહકોમાં પ્રતિષ્ઠિત કંપનીઓ સામેલ

છેલ્લાં બે દાયકાથી કંપની ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કેટલીક પ્રસિદ્ધ સ્થાનિક અને બોર્ગવોર્નર જેવી આંતરરાષ્ટ્રીય ઓઇએમ સાથે મજબૂત અને સુસ્થાપિત સંબંધો ધરાવે છે. કંપની ટોચના પાંચ ગ્રાહકો પાસેથી એની આવકનો મહત્વપૂર્ણ હિસ્સો મેળવે છે, જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટોયોટા કિર્લોસ્કર ઓટો પાર્ટ્સ, બોર્ગવોર્નર અને એક રશિયન ઓટોમોબાઇલ ઉત્પાદક સામેલ છે. કંપનીએ જર્મનીની એક ઓટોમોટિવ કંપની સાથે પ્રોડક્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ (PDA) અને ટેકનોલોજી ટ્રાન્સફર એગ્રીમેન્ટ (TTA) કરી છે. કંપનીએ 4 ઓક્ટોબર, 2004ના રોજ બોર્ગવોર્નર સાથે લાઇસન્સ સમજૂતી પણ કરી છે કંપનીએ જાપાનની એક ઓટોમોટિવ સપ્લાય ચેઇન કંપનીએ બનાવેલા ઉત્પાદનો અને ઘટકો મેળવવા એની સાથે વિશિષ્ટ વિતરણ સમજૂતી પણ કરી છે.

કંપનીની નાણાકીય કામગીરી એકનજરે

સમયગાળોઆવકોચોખ્ખો નફોનેટવર્થ
31-Mar-20170.7428.04209.53
31-Mar-21195.0338.04295.88
31-Mar-22241.8746.15340.02
30-Sep-22137.5525.66356.20

(આંકડા રૂ. કરોડમાં)

Divgi TorqTransfer Systems IPOની વિગતો

ઇશ્યૂ ખૂલશે1 માર્ચ
ઇશ્યૂ બંધ થશે3 માર્ચ
ફેસ વેલ્યૂ₹5
પ્રાઇસ બેન્ડ560-590
લોટ સાઇઝ25 શેર્સ
ઇશ્યૂ સાઇઝ₹180.00 Cr
લિસ્ટિંગBSE, NSE
કંપની પ્રમોટર્સજિતેન્દ્ર ભાસ્કર દિવગી, હિરેન્દ્ર ભાસ્કર દિવગી, દિવગી હોલ્ડિંગ

દિવગી ટીટીએસ IPO લોટ સાઇઝ

ApplicationLotsSharesAmount
Retail (Min)125₹14,750
Retail (Max)13325₹191,750
S-HNI (Min)14350₹206,500
B-HNI (Min)681,700₹1,003,000