ફેબ્રુઆરીમાં પાવર, ઓઇલ, મેટલ્સ અને એનર્જી મેજર લૂઝર્સ

અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ ફેબ્રુઆરી માસ દરમિયાન સેન્સેક્સમાં એક ટકાનો ઘટાડો નોંધાવા સાથે સેન્સેક્સે 59000 પોઇન્ટની મહત્વની ટેકાની તેમજ સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવી છે. તેની પાછળ કેપિટલ ગુડ્સ અને એફએમસીજી ઇન્ડાઇસિસને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સમાં ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં 3.58 ટકા અને મિડકેપ ઇન્ડેક્સમાં 2.04 ટકાનો ઘટાડો નોંધાવા સાથે રોકાણકારોના વિશ્વાસનું પણ ધોવાણ થયું છે. ઉલ્લેખનીય છે કે સેન્સેક્સે ડિસેમ્બરમાં નોંધાવેલી 63,583.07 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી અત્યારસુધીમાં 4621 પોઇન્ટનો જંગી કડાકો નોંધાવ્યો છે.

ફેબ્રુઆરી માસમાં પાવર ઇન્ડેક્સમાં સૌથી વધુ 19.39 ટકાનું ધોવાણ, ઓઇલ 9.5 ટકા, મેટલ 8.8 ટકા, એનર્જી 7.7 ટકા અને ઓટો ઇન્ડેક્સમાં 4.75 ટકાનું મેજર ધોવાણ જોવા મળ્યું હતું.

એક ટકાથી ઓછો ઘટાડો નોંધાવનારા સેક્ટોરલ્સ પૈકી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બેન્કેક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડેક્સમાં ફેબ્રુઆરીના સેકન્ડ હાફમાં જોવા મળેલા વેલ્યૂ બાઇંગના કારણે ઘટાડો મર્યાદિત રહ્યો છે.

સેન્સેક્સની કેલેન્ડર 2023ની અત્યારસુધીની ચાલ

MonthOpenHighLowClose
Dec 2263,357.9963,583.0759,754.1060,840.74
Jan 2360,871.2461,343.9658,699.2059,549.90
Feb 2360,001.1761,682.2558,795.9758,962.12

સેન્સેક્સે ડિસેમ્બરમાં નોંધાવેલી સર્વોચ્ચ સપાટી બાદ જાન્યુઆરી માસમાં 61,343.96 પોઇન્ટની 2023ના વર્ષની ટોચ અને 58,699.20 પોઇન્ટની ચાલુ કેલેન્ડર વર્ષની નીચી સપાટી નોંધાવ્યા બાદ જોવા મળેલી ધીમી રિકવરી છતાં માર્કેટ સેન્ટિમેન્ટ હજીપણ સાવચેતી અને પ્રોફીટ બુકિંગનું રહ્યું છે.

વિવિધ ઇન્ડાઇસિસની ફેબ્રુઆરી માસ દરમિયાન ચાલ

ફેબ્રુઆરી માસ દરમિયાન પાવર, ઓઇલ, મેટલ્સ અને એનર્જી મેજર લૂઝર્સ રહેવા સામે કેપિટલ ગુડ્સ અને એફએમસીજી સેક્ટર્સમાં ધીમો સુધારો રહ્યો હતો. બજાર નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સના મત અનુસાર સેન્સેક્સ નીચામાં 58,699.20 પોઇન્ટની જાન્યુઆરીની બોટમ તોડે નહિં ત્યાં સુધી સુધારાનો આશાવાદ, બાકી જો એ તૂટે તો નીચામાં 56800 પોઇન્ટ સુધી સેન્સેક્સના ઘટાડાના ચાન્સિસ વધી જશે તેવું પણ નિષ્ણાતોનું માનવું છે. માર્ચ માસમાં સુધારાની માર્ચ દરમિયાન આઇટી, ટેકનોલોજી, બેન્કિંગ, ઓટો, એનર્જી સેક્ટરના શેર્સ સુધારાની ચાલને ફોલો કરે તેવી પણ એક શક્યતા હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

ઇન્ડેક્સ31 જાન્યુઆરી28 ફેબ્રુઆરી+/-%
SENSEX5955058962-0.99
MIDCAP2464324158-2.04
SMALLCAP2820627232-3.58
POWER39073267-19.39
OIL1852216915-9.50
METAL2115319448-8.79
ENERGY79807407-7.74
AUTO3045429074-4.75
PSU97519366-4.13
REALTY32803152-4.12
HEALTHCARE2249221805-3.15
TECH1365213346-2.30
FINANCE85368427-1.30
INFO.TECH.2965529404-0.85
BANKEX4608045705-0.82
CONSUMER DURABLE3773237440-0.77
CAPITAL GOODS3380633863+0.16
FMCG1610816198+0.56

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)