આવતા અઠવાડિયે 1 IPO અને 3 લિસ્ટિંગ સાથે પ્રાઇમરી માર્કેટમાં દિવાળી વેકેશન
અમદાવાદ, 12 નવેમ્બરઃ આગામી સપ્તાહે પ્રાઇરી માર્કેટમાં એસએમઇ પ્લેટફોર્મ ઉપર એક આઇપીઓની એન્ટ્રી અને 3 નવા આઇપીઓના લિસ્ટિંગ સાથે માહોલ દિવાળી વેકેશનનો રહેશે.
પ્રોટીન eGov ટેક્નોલોજીસ 13 નવેમ્બરે લિસ્ટેડ થશે
મુંબઈ સ્થિત નાગરિક-કેન્દ્રિત અને વસ્તી-સ્કેલ ઈ-ગવર્નન્સ સોલ્યુશન્સ કંપની Protean eGov Technologies 13 નવેમ્બરે (T+3 ટાઈમલાઈન) શેરબજારો પર લિસ્ટિંગ માટે તૈયાર છે. 6-8 નવેમ્બર દરમિયાન રૂ. 490 કરોડના IPOમાં 23.86 ગણું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું. ગ્રે માર્કેટમાં 10 ટકા આસપાસ બિનસત્તાવાર પ્રિમિયમ મૂકાય છે.
ASK ઓટોમોટિવઃ 13 નવેમ્બરે થશે લિસ્ટેડ
ગુરુગ્રામ સ્થિત ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક ASK ઓટોમોટિવ 15 નવેમ્બરે BSE અને NSE પર લિસ્ટિંગ કરાવે તેવી શક્યતા છે. પ્રોસ્પેક્ટસ IPO શેડ્યૂલ મુજબ લિસ્ટિંગ 20 નવેમ્બરે થવાનું હતું. આઇપીઓ 51.14 ગણો સબસ્ક્રાઇબ થયો છે. ગ્રે માર્કેટમાં, શેરદીઠ રૂ. 282ની ઇશ્યૂ કિંમત સામે 17-18 ટકા ચાલતું હોવાનું બજાર સૂત્રોએ જણાવ્યું હતું.
બાબા ફૂડ પ્રોસેસિંગ ઈન્ડિયાઃ 16 નવેમ્બરે NSE ઇમર્જ ખાતે લિસ્ટેડ થશે
એગ્રો-ફૂડ મેન્યુફેક્ચરિંગ કંપની બાબા ફૂડ પ્રોસેસિંગ ઈન્ડિયા IPO શેડ્યૂલ મુજબ 16 નવેમ્બરના રોજ NSE ઇમર્જ પર લિસ્ટિંગ કરાવશે. પબ્લિક ઇશ્યુ 66 ગણો ભરાયો હતો. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 72-76 હતી.
એરોહેડ સેપરેશન એન્જિનિયરિંગઃ 16 નવેમ્બરે BSE SME પર લિસ્ટિંગ
ડ્રાયર્સ મેન્યુફેક્ચરિંગ કંપની એરોહેડ સેપરેશન એન્જિનિયરિંગ 16 નવેમ્બરે BSE SME ખાતે શેરદીઠ રૂ.233ની ઇશ્યૂ પ્રાઇસ સાથે કુલ રૂ. 13 કરોડનો પ્રથમ જાહેર ઇશ્યૂ ખોલશે અને 20 નવેમ્બરે બંધ થશે.
મેઇનબોર્ડ આઇપીઓ એટ એ ગ્લાન્સ
Company | Open | Close | Exchange |
Indian Renew. Energy | BSE, NSE | ||
Tata Techno. | BSE, NSE | ||
Fedbank Fin.Service | Nov 22 | Nov 24 | BSE, NSE |
Gandhar Oil Refinery | Nov 21 | Nov 23 | BSE, NSE |
એસએમઇ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ
Company | Open | Close | Lead Manager | Price(Rs) | Size(Cr.) | Lot | Exchange |
Benchmark Computer | Beeline Capital | BSE SME | |||||
Sheetal Universal | Beeline Capital | NSE SME | |||||
Arrowhead Seperation | Nov16 | Nov20 | Aryaman Financial | 233 | 13.00 | 600 | BSE SME |