ઇશ્યૂ ખૂલશે19 જૂન
ઇશ્યૂ બંધ થશે21 જૂન
ઇશ્યૂ પ્રાઇસરૂ.65-68
લોટ સાઇઝ60 લાખ શેર્સ
લોટ સાઇઝરૂ.40.80
લિસ્ટિંગએનએસઇ ઇમર્જ

અમદાવાદ, 17 જૂન: સોલિડ સરફેસના વ્યવસાયમાં રહેલી અગ્રણી કંપની ડર્લેક્સ ટોપ સરફેસ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 40.80 કરોડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 19 જૂનથી ખૂલશે અને 21 જૂને બંધ થશે. રૂ. 40.80 કરોડના આઈપીઓમાં રૂ. 28.56 કરોડના ફ્રેશ ઇશ્યૂ (42 લાખ ઇક્વિટી શેર્સ) તથા રૂ. 12.24 કરોડના (18 લાખ શેર્સના) ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 65-68નો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે. અરજી માટેની લઘુતમ લોટ સાઇઝ 2,000 શેર્સ છે જેના પગલે અરજી દીઠ રોકાણ રૂ. 1.30 લાખ-1.36 લાખનું થાય છે. આઈપીઓ માટે રિટલ ઇન્વેસ્ટર ક્વોટા ઓફરના લઘુતમ 35 ટકા રાખવામાં આવ્યો છે.

લીડ મેનેજર્સઃ એક્સપર્ટ ગ્લોબલ કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

ઇશ્યૂના મુખ્ય હેતુઓઃ આ ઇશ્યૂ દ્વારા એકત્રિત થયેલા ફંડ્સનો કાર્યશીલ મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે. રૂ. 28.56 કરોડના ફ્રેશ ઇશ્યૂમાંથી કંપની રૂ. 17.50 કરોડનો કાર્યશીલ મૂડી જરૂરિયાતોને આંશિક નાણાં પૂરા પાડવા માટે ઉપયોગ કરવા તથા રૂ. 6 કરોડનો સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસઃ વર્ષ 2010માં સ્થપાયેલી ડર્લેક્સ ટોપ સરફેસ લિમિટેડ સોલિડ સરફેસ મટિરિયલનું ઉત્પાદન કરે છે. કંપની પાસે LUXOR અને ASPIRON નામની બે બ્રાન્ડ છે. LUXOR બ્રાન્ડ એક્રેલિક યુવી સોલિડ શીટ્સ ઓફર કરે છે જ્યારે ASPIRON મોડિફાઇડ સોલિડ શીટ્સ ઓફર કરે છે. પ્રોડક્ટ્સનો ઉપયોગ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, હોસ્પિટાલિટી, હેલ્થકેર, આઉટડોર અને અન્ય વિવિધ ઉદ્યોગોમાં થાય છે. કંપનીનું ઉત્પાદન એકમ ગુજરાતના વાપીમાં આવેલું છે. કંપની 19 દેશોમાં નિકાસ પણ કરે છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે: માર્ચમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 2.09 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 66.84 કરોડની ચોખ્ખી આવક નોંધાવી હતી જેની સામે નાણાંકીય વર્ષ 2022-24માં રૂ. 5.05 કરોડનો ચોખ્ખો નફો (141 ટકાની વાર્ષિક ધોરણે વૃદ્ધિ) અને રૂ. 90.84 કરોડની આવક (141 ટકાની વાર્ષિક ધોરણે વૃદ્ધિ) નોંધાવી છે. માર્ચ, 2024ના રોજ કંપનીની નેટવર્થ રૂ. 21.84 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 9.42 કરોડ અને એસેટ બેઝ રૂ. 105.53 કરોડ રહ્યો છે. માર્ચ, 2024 સુધીમાં કંપનીની આરઓઈ 26.20 ટકા, આરઓસીઈ 20.20 ટકા અને આરઓએનડબ્લ્યુ 23.12 ટકા રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)