EMA પાર્ટનર્સ ઇન્ડિયાનો આઇપીઓ તા. 17 જાન્યુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 117-124
આઇપીઓ ખૂલશે | 17 જાન્યુઆરી |
આઇપીઓ બંધ થશે | 21 જાન્યુઆરી |
એન્કર ઇન્વેસ્ટર્સ બિડ | 16 જાન્યુઆરી |
ફેસવેલ્યૂ | રૂ.5 |
પ્રાઇસબેન્ડ | રૂ.117-124 |
લોટ સાઇઝ | 1000 |
લિસ્ટિંગ | એનએસઇ, બીએસઇ |
અમદાવાદ, 17 જાન્યુઆરી: EMA પાર્ટનર્સ ઇન્ડિયા લિમિટેડ એનએસઇના ઇમર્જ પ્લેટફોર્મ ઉપર તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા રૂ. 76 કરોડ એકત્ર કરવા માટે 17 જાન્યુઆરી, 2025ના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. અને 21 જાન્યુઆરી, 2025ના રોજ બંધ થશે, જેની પ્રાઇસ બેન્ડ રૂ. 117-124 વચ્ચે છે. આઇપીઓ 53,34,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ છે, જે રૂ. 66.14 કરોડનો છે તથા પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ શ્રી ક્રિષ્ણન સુદર્શન અને શ્રી સુબ્રમણિયમ ક્રિષ્નાપ્રકાશ અને વ્યક્તિગત સેલિંગ શેરહોલ્ડર શ્રી શેખર ગણપતિ દ્વારા 7,96,000 ઇક્વિટી શેરનો ઓફર ફોર સેલ (ઓએફએસ) શામેલ છે.
ઇશ્યૂ યોજવા માટેના મુખ્ય ઉદ્દેશ્ય એક નજરે
આ ભંડોળનો ઉપયોગ લીડરશીપ ટીમના વિસ્તરણ, આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા, દેવાની ચૂકવણી અને હસ્તાંતરણ માટે કરાશે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
EMA પાર્ટનર્સ ઇન્ડિયા લિમિટેડ અગ્રણી એક્ઝિક્યુટિવ સર્ચ કંપની પૈકીની એક છે, જે વિવિધ ક્ષેત્રોના ક્લાયન્ટ્સને કસ્ટમાઇઝ્ડ લીડરશીપ હાયરિંગ સોલ્યુશન્સ ડિલિવર કરે છે. કંપનીએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ માટે વિવિધ બિઝનેસ અને કાર્યકારી લીડર્સની નિમણૂંક કરી છે. નાણાકીય વર્ષ 2024 માટે કંપનીની કામગીરીમાંથી આવક અને કર પછીનો નફો અનુક્રમે રૂ. 67.29 કરોડ અને રૂ. 14.27 કરોડ હતો.
EMA પાર્ટનર્સ મુખ્યત્વે ભારત, મિડલ ઇસ્ટ અને સિંગાપોરમાં C-Suite અને બોર્ડ લેવલના હોદ્દા માટે હાયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મુંબઈમાં હેડ ક્વાર્ટર ધરાવે છે તથા ચેન્નાઈ, ગુડગાંવ અને બેંગલુરુમાં પણ ઓફિસ ધરાવે છે. ગ્લોબલ ટેલેન્ટ અને ક્લાયન્ટ પૂલનો ઉપયોગ કરવાના હેતુથી, કંપનીએ સપ્ટેમ્બર 2010 માં સિંગાપોરમાં પેટાકંપની EMA પાર્ટનર્સ સિંગાપોર પીટીઇ લિમિટેડની સ્થાપના કરીને સાઉથ ઇસ્ટ એશિયામાં તેની કામગીરીનો વિસ્તાર કર્યો. ત્યારબાદ કંપનીએ મિડલ ઇસ્ટમાં વૃદ્ધિની તકો જોઈ અને 2 પેટાકંપનીઓ – માર્ચ 2017 માં EMA પાર્ટનર્સ એક્ઝિક્યુટિવ સર્ચ લિમિટેડ (દુબઈ) અને જુલાઈ 2022 માં જેમ્સ ડગ્લાસ પ્રોફેશ્નલ સર્ચ લિમિટેડ (દુબઈ) ની સ્થાપના કરી હતી.
લીડ મેનેજર્સઃ ઇન્ડોઓરિએન્ટ ફાઇનાન્સિયલ સર્વિસિસ બુક રનિંગ લીડ મેનેજર અને બિગશેર સર્વિસિસ આઇપીઓના રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)