EMS લિમિટેડનો IPO તા. 8 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ.200-211
ઇશ્યૂ ખૂલશે | 8 સપ્ટેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 12 સપ્ટેમ્બર |
ફેસવેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | રૂ.210-211 |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 321.24 કરોડ |
લિસ્ટિંગ | એનએસઇ, બીએસઇ |
અમદાવાદ, 5 સપ્ટેમ્બર: EMS લિમિટેડ તા. 7 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 200-111ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સની રૂ. 321.24 કરોડની ઓફર ફોર સેલ આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીનો ઇશ્યૂ એન્કર પોર્શન માટે 07 સપ્ટેમ્બર, 2023ના ગુરૂવારે ખૂલશે તથા 12 સપ્ટેમ્બર, 2023ના મંગળવારે બંધ થશે. અપર પ્રાઇઝ બેન્ડ ઉપર કંપનીના IPOનું કદ રૂ. 320-321 કરોડ છે.
ઇશ્યૂ મારફત એકત્ર ફંડના ઉપયોગનો હેતુઃ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.
ઇશ્યૂ લીડ મેનેજર્સઃ ખંભાતા સિક્યુરિટીઝ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે કે કેફીન ટેક્નોલોજીસ લિમિટેડ ઇશ્યૂના રજીસ્ટ્રાર છે.
કંપનીએ રૂ. 211ના ઇશ્યૂ પ્રાઇઝ ઉપર 16,00,000 ઇક્વિટી શેર્સનું પ્રી-IPO પ્લેસમેન્ટ પૂર્ણ કર્યું છે, જેની કુલ રકમ રૂ. 33.76 કરોડ થાય છે. તે મૂજબ ફ્રેશ ઇશ્યુનું કદ ઘટીને રૂ. 146.24 કરોડ થયું છે તેમજ પ્રમોટર રામવીર સિંઘ દ્વારા 82.94 લાખ શેર્સનું ઓફર ફોર સેલ છે. હાલમાં સિંઘ કંપનીમાં 97.81 ટકા હિસ્સો ધરાવે છે.
કંપનીની કામગીરી એક નજરે
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
Period | Mar20 | Mar21 | Mar22 | Mar23 |
એસેટ્સ | 308.08 | 378.31 | 502.55 | 638.72 |
રેવન્યૂ | 332.36 | 336.18 | 363.10 | 543.28 |
ચો. નફો | 72.43 | 71.91 | 78.93 | 108.67 |
નેટવર્ષ | 229.99 | 301.91 | 380.18 | 487.83 |
રિઝર્વ્સ | 218.24 | 290.16 | 368.43 | 443.45 |
કુલ દેવા | 14.80 | 3.16 | 3.71 | 45.40 |
21 ડિસેમ્બર, 2010ના રોજ સ્થાપિત EMS સરકારી સત્તામંડળો અને સ્થાનિક સંસ્થાનોને સીવરેજ સોલ્યુશન્સ, વોટર સપ્લાય સિસ્ટમ અને વેસ્ટવોટર સ્કીમમાં ઇપીસી અને ઓએન્ડએમ સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડે છે. ગાઝિયાબાદમાં મુખ્યાલય ધરાવતી કંપની વોટર અને સ્યુએજ ઇન્ફ્રા સોલ્યુશન્સ ઓફર કરે છે, જેમાં બિલ્ડિંગ સ્યુએજનું સ્યુએજ નેટવર્ક સ્થાપવું તથા ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની સ્થાપના કરવી સામેલ છે. આશરે 20 ટકાના નેટ માર્જીન સાથે કંપની હાઇ-માર્જીન ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ્સ ઉપર ધ્યાન જાળવી રાખવા માગે છે. વધુમાં કંપની તેના પ્રોજેક્ટ્સના ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કામગીરી પણ સંભાળે છે.
EMS લિમિટેડના 100 ટકા પ્રોજેક્ટ્સ સરકાર અથવા વર્લ્ડ બેંક દ્વારા ફંડ કરાયેલી અર્ધ-સરકારી એજન્સીઓ દ્વારા બહાર પડાયેલા ટેન્ડર્સ સંબંધિત છે. કંપનીએ છેલ્લાં 13 વર્ષમાં 67 પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે અને તેની ઓર્ડર બુક રૂ. 1745 કરોડ છે, જેમાં ડબલ્યુડબલ્યુટીપી, ડબલ્યુએસએસપી, ઇપીએસ અને એચએએમ સેગમેન્ટ્સમાં 18 પ્રોજેક્ટ્સ હાલ ચાલી રહ્યાં છે. તેના મોટાભાગના પ્રોજેક્ટ્સ બિહાર, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં હાથ ધરાયા છે.