SME સેગ્મેન્ટમાં 3 IPOની એન્ટ્રીઃ સ્ટોરેજ ટેકનોલોજી, એમ્કે પ્રોડક્ટ્સ અને સાંઇ સ્વામી મેટલ્સ
અમદાવાદ, 28 એપ્રિલ: આગામી સપ્તાહે એસએમ સેગમેન્ટમાં 3 આઇપીઓ સ્ટોરેજ ટેકનોલોજી, એમ્કે પ્રોડક્ટ્સ અને સાંઇ સ્વામી મેટલ્સની એન્ટ્રી થઇ રહી છે. ક્વોલિટી અને રિટર્નની દ્ર,ષ્ટિએ ત્રણેય આઇપીઓ સારું રિટર્ન આપી શકે તેવું પ્રાઇમરી માર્કેટના નિષ્ણાતો જણાવી રહ્યા છે.
સ્ટોરેજ ટેકનોલોજીઝ & ઓટોમેશન લિમિટેડ
ઇશ્યૂ તારીખઃ | 30 એપ્રિલ – 3 મે |
ઈશ્યુ ભાવ | રૂ. 73-78 પ્રતિશેર |
લોટ સાઈઝ | 1900 શેર |
ઈશ્યુ સાઈઝ | રૂ. 29,95 કરોડ |
લિસ્ટિંગ | BSE SME |
2010માં સ્થાપિત સ્ટોરેજ ટેક્નોલોજીસ એન્ડ ઓટોમેશન લિમિટેડ સ્ટૉરેજ રેકિંગ સિસ્ટમ્સમાં રોકાયેલ છે. કંપની મેટલ સ્ટોરેજ રેક્સ, ઓટોમેટેડ વેરહાઉસ અને અન્ય સ્ટોરેજ સોલ્યુશન્સનું ઉત્પાદન અને ઇન્સ્ટોલ કરે છે. કંપની તેલ અને ગેસ, ઓટોમોટિવ, એરોસ્પેસ, ફૂડ એન્ડ બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, રિટેલ અને એફએમસીજી સહિતના વિવિધ ઉદ્યોગો માટે સ્ટોરેજ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.
કંપની ISO 9001:2015 પ્રમાણિત સ્ટોરેજ સોલ્યુશન મેન્યુફેક્ચરિંગ કંપની છે. કંપનીની ઉત્પાદન પ્રક્રિયા બેંગ્લોરમાં અંદાજે 59,250 ચોરસ ફૂટ જગ્યા અને 20,000 ચોરસ ફૂટ સ્ટોરેજ સ્પેસ દ્વારા સપોર્ટેડ છે. કંપનીએ 2500 થી વધુ પ્રોજેક્ટ્સ એક્ઝિક્યુટ કર્યા છે અને વિશ્વભરમાં 900 થી વધુ ગ્રાહકોને સેવા આપી છે.
એમ્કે પ્રોડક્ટ્સ લિમિટેડ
ઇશ્યૂ તારીખઃ | 30 એપ્રિલ – 03 મે |
પ્રાઇસબેન્ડ | રૂ. 52-55 પ્રતિશેર |
લોટ સાઈઝ | 2000 શેર |
ઇશ્યૂ સાઈઝ | રૂ. 12.61 કરોડ |
લિસ્ટિંગ | BSE SME |
2007માં સ્થાપિત એમ્ક પ્રોડક્ટ્સ લિમિટેડ ફેસ માસ્ક, આલ્કોહોલ સ્વેબ, લેન્સેટ સોપ, નેબ્યુલાઈઝર, પલ્સ ઓક્સિમીટર, સર્જન કેપ્સ અને વધુ જેવા તબીબી ઉપકરણો અને આરોગ્ય સંભાળ ઉત્પાદનોની વિવિધ શ્રેણીનું ઉત્પાદન, એસેમ્બલ અને વિતરણ કરવામાં રોકાયેલી છે.
ડાયપર, પ્લાસ્ટિકના ગ્લોવ્સ અને સકશન મશીન જેવી વસ્તુઓનું માર્કેટિંગ અને બ્રાન્ડીંગ પણ કરે છે. કંપનીએ વસઈ, મુંબઈમાં ભાડે આપેલા 980 ચોરસ ફુટના ઉત્પાદન એકમમાં એક ઉત્પાદન સાથે શરૂઆત કરી હતી અને સમય જતાં, પોર્ટફોલિયોના વિસ્તાર સાથે મોટી સુવિધા વસાવી અને માર્કેટિંગ તેમજ બાન્ડિંગમાં પણ પદાર્પણ કર્યું.
સાંઈ સ્વામી મેટલ્સ & એલોય્સ લિમિટેડ
ઇશ્યૂ તારીખ | 30 એપ્રિલ – 03 |
ઇશ્યૂ પ્રાઇસ | રૂ. 90 પ્રતિશેર |
લોટ સાઈઝ | 2000 શેર |
ઈશ્યુ સાઈઝ | રૂ. 15.00 કરોડ |
લિસ્ટિંગ | BSE SME |
સપ્ટેમ્બર, 2022માં સ્થાપિત સાઈ સ્વામી મેટક્સ એન્ડ એલોવ્સ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાં વેપાર કરે છે. કંપની પૂર્વે પ્રોપરાઈટરશીપ કર્મ તરીકે કાર્યરત હતી અને 2023માં સાંઈ મેટલ્સ દ્વારા તેના બીઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ થયા હતા. કંપનીની પ્રોડક્ટ લાઇનમાં ડિનર સેટ્સ, જી.જી. . કેસરોલ્સ, જી.જી. મલ્ટી કડાઈ, જી.જી. પાણીની બોટલ્સ, સ્ટેનલેસ સ્ટીલ શીટ્સ, સ્ટેનલેસ સ્ટીલ સર્કલ અને વિવિધ વાસણો જેવા વિવિધ પ્રકારના રસોડાનો સમાવેશ થાય છે. કંપની અને તેની બે પેટાકંપનીઓ, ભગત માર્કેટિંગ પ્રાઈવેટ 今 લિમિટેડ અને ધ્રુવીશ મેટલ્સ LLP દ્વારા સ્ટેનલેસ સ્ટીલ કિચનવેર ઉત્પાદનોના ટ્રેડિંગ અને માર્કેટિંગ માટે “ડોલ્ફિન” બ્રાન્ડ હેઠળ તેના ઉત્પાદો નું વેચાણ કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)