અમદાવાદ, 18 ડિસેમ્બર: એસ્સારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા કુલ રૂ. 55,000 કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે ત્રણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. એસ્સાર રાજ્યમાં એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટરના ક્ષેત્રમાં વ્યૂહાત્મક રોકાણ કરવાના નવા તબક્કામાં છે. આ પહેલનો હેતુ 10,000થી વધુ નોકરીની તકો ઊભી કરવાનો છે. છેલ્લા ચાર દાયકામાં એસ્સારે ગુજરાતમાં એનર્જી, મેટલ્સ અને માઈનિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

 એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રૂઈયાએ જણાવ્યું હતું કે, એનર્જી ટ્રાન્ઝિશનમાં રોકાણ: એસ્સારે 1 ગીગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે એમઓયુ કર્યા છે. આ પહેલમાં અંદાજે રૂ. 30,000 કરોડનું રોકાણ સમાવિષ્ટ છે. પાવર જનરેશન સેક્ટરમાં રોકાણ: એસ્સાર પાવરે તેના સલાયા પાવર પ્લાન્ટમાં બીજા તબક્કાના વિસ્તરણ માટે રૂ. 16,000 કરોડના વધારાના રોકાણની જાહેરાત કરી છે. પોર્ટ સેક્ટરમાં રોકાણ: એસ્સાર પોર્ટ્સ રૂ. 10,000 કરોડના રોકાણ સાથે તેના સલાયા પોર્ટને લોજિસ્ટિક્સ હબમાં રૂપાંતરિત કરવા માટે તૈયાર છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)