મુંબઇ, 2 મેઃ ફેડરલ બેંકે 31 માર્ચે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 906 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ચોખ્ખો નફો Q3FY24ના રૂ. 1,007 કરોડથી 10 ટકા ઘટ્યો છે. બેન્કે ઇક્વિટી શેર દીઠ રૂ. 1.2નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું. પરીણામની જાહેરાતના પગલે ફેડરલ બેંકનો શેર 3.48 ટકા વધીને રૂ. 168.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો. શેર લગભગ 5 ટકા વધીને ઇન્ટ્રા-ડે 170.25 પર 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

બેંકની રૂ. 2,195.11 કરોડની ચોખ્ખી વ્યાજની આવક તેની અત્યાર સુધીની સૌથી વધુ હતી, જેમાં 15 ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે એસેટ ગુણવત્તામાં નજીવો સુધારો થયો હતો. ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 23 bps YoY થી 2.13 ટકા સુધરી છે, જ્યારે નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 9 bps થી 0.6 ટકા છે. મેનેજિંગ ડિરેક્ટર અને CEO શ્યામ શ્રીનિવાસને જણાવ્યું હતું કે, FY24 એ વધુ એક મજબૂત વર્ષ હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)